Wednesday, September 29, 2021
Homeકોરોનાના વેરિએન્ટ સામે વેક્સિન નથી અસરકારક; ગુજરાતમાં થયો છે પગપેસારો
Array

કોરોનાના વેરિએન્ટ સામે વેક્સિન નથી અસરકારક; ગુજરાતમાં થયો છે પગપેસારો

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે દુનિયાના ઘણા દેશોમાં તબાહી મચાવી છે. ભારતમાં પણ કોરોનાની બીજી લહેરમાં સંક્રમિતોની સંખ્યા વધી તેની પાછળ આ વેરિએન્ટ જવાબદાર હોવાનુ પણ કહેવાઈ રહ્યું છે. હવે ડેલ્ટા વેરિએન્ટે સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચિંતા વધારી છે. કારણકે કોરોના વેક્સીન લગાવી ચુકેલા લોકોને પણ ડેલ્ટા વેરિએન્ટ સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે અને દુનિયાના ઘણા દેશોમાં આ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ ડેલ્ટાના કેસો નોંધાઈ ચૂક્યા છે. થોડા દિવસ પહેલાં જ બનાસકાંઠા જિલ્લામાં નાગાલેન્ડથી આવેલા સૈન્યના કર્મચારીઓમાં ડેલ્ટાના લક્ષણો જોવા મળ્યા હતા. ગુજરાતમાં કોરોનાના વળતા પાણી વચ્ચે હવે ખાસ સાચવવાની જરૂર છે. ડેલ્ટા વકર્યો તો રસીકરણના માથે પાણી મૂકાઈ જશે.

જાણકારોનું કહેવું છે કે, ડેલ્ટા વેરિએન્ટને લઈને ચિંતા એ વાતની છે કે તે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં આસાનીથી ફેલાય છે. જે લોકોને વેક્સીન નથી લાગી તેમના આ વેરિએન્ટના કારણે સંક્રમિત થવાથી હોસ્પિટલમાં એડમિટ થવાની શક્યતા વધી જાય છે. ઉપરાંત ડેલ્ટા વેરિએન્ટ વધારે લોકોને સંક્રમિત કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments