કોરોના : વિશ્વમાં અત્યાર સુધી 2.74 કરોડ કેસ : રશિયામાં વેક્સિન સ્પૂતનિક વીને રિલિઝ કરવામા આવી, અહીં દસ લાખથી વધુ કેસ.

0
4

વિશ્વમાં કોરોનાવાયરસના અત્યાર સુધી 2 કરોડ 74 લાખ 79 હજાર 207 કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી 1 કરોડ 95 લાખ 73 હજાર 109 દર્દી સ્વસ્થ થઇ ચૂક્યા છે જ્યારે 8 લાખ 96 હજાર 421 લોકોના મોત થયા છે. આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. રશિયાએ કોરોના વેક્સિન સ્પૂતનિક વી ને પબ્લિક માટે રિલિઝ કરી નાખી છે. અહીં સ્વાસ્થ્ય મંત્રાલયે તે જાણકારી આપી હતી. જોકે હજુ એ માહિતી આપી નથી કે તેને લોકો સુધી કેવી રીતે પહોંચાડવામા આવશે. સરકાર પોતે વેક્સિનેશનનો કાર્યક્રમ ચલાવશે કે પછી માર્કેટમાં તેને ઉપલબ્ધ કરાવવામા આવશે.

ભારતને આ વેક્સિન મળી શકે છે

ભારત સરકારની નજર પણ રશિયાની વેક્સિન પર છે. રશિયાની વેક્સિનના ટ્રાયલ્સનો ડેટ માંગવામા આવ્યો હતો. બની શકે કે ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકાની વેક્સિનની જેમજ ગામાલેયાની વેક્સિનનું પણ ભારતમાં ટ્રાયલ થાય. તેનાથી ઝડપથી વેક્સિન મળવાની શક્યતા વધી જશે.

આ 10 દેશોમાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ સંક્રમિત મોત સ્વસ્થ થયા
અમેરિકા 64,85,575 1,93,534 37,58,629
ભારત 42,77,584 72,816 33,21,420
બ્રાઝીલ 41,47,794 1,27,001 33,55,564
રશિયા 10,30,690 17,871 8,43,277
પેરૂ 6,91,575 29,976 5,22,251
કોલંબિયા 6,71,848 21,615 5,29,279
દ.આફ્રિકા 6,39,362 15,004 5,66,555
મેક્સિકો 6,37,509 67,781 4,46,715
સ્પેન 5,25,549 29,516 પ્રાપ્ત નથી
આર્જેન્ટિના 4,88,007 10,129 3,57,388

 

અમેરિકા: ટ્રમ્પે કહ્યું- વેક્સિન અંગે ભ્રમ ફેલાવવા બદલ બાઇડન અને હેરિસ માફી માગે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું કે જો બાઇડન અને કમલા હેરિસને અમેરિકાની વેક્સિન અંગે ભ્રમ ફેલાવવા બદલ માફી માંગવી જોઇએ. તેમણે કહ્યું- બાઇડન મૂર્ખ માણસ છે, તમે જાણો છો. અમેરિકામાં સૌથી ઓછો મૃત્યુદર છે. અમે રેકોર્ડ ટાઇમમાં વેક્સિનનું ઉત્પાદન શરૂ કરીશું. બાઇડન ઇચ્છે છે કે ચાઇનાવાયરસ આપણા દેશનું અર્થતંત્ર બરબાદ કરી નાખે. અમેરિકા આ વાયરસ સામે સરેન્ડર કરી નાખે.

ટ્રમ્પે કહ્યું- આપણે કોરોના વેક્સિન અંગે બહુ સારું કમ કર્યું છે જેવું પહેલા ક્યારેય નથી થયું. તેના લીધે બિડેન અને હેરિસ વેક્સિન અંગે ભ્રમ ફેલાવી રહ્યા છે અને બેકાર નિવેદન આપી રહ્યા છે. તે દેશ માટે ખતરનાક છે. હેરિસે રવિવારે CNNને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વેક્સિન અંગે તેઓ ટ્રમ્પની વાતો પર ભરોસો કરતી નથી.

ઇઝરાયેલ: 24 કલાકમાં રેકોર્ડ 3331 મોત

ઇઝરાયેલામાં 24 કલાકમાં રેકોર્ડ 3331 કેસ નોંધાયા હતા. અહીં જ્યારથી કોરોના ફેલાયો છે ત્યારથી એક દિવસમાં આટલા કેસ નથી આવ્યા. આ પહેલા ત્રણ સપ્ટેમ્બરે 2991 કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધી 1 લાખ 33 હજાર 975 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે અને 1026 લોકોના મોત થયા છે. દેશમાં ગંભીર દર્દીઓની સંખ્યા 470 થઇ ગઇ છે અને 1 લાખ 5 હજાર 455 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. અહીં સાંજે 7 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી બહાર નિકળવા પર પ્રતિબંધ છે.

ઇટલી: સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થયો

ઇટલીના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થયો છે. દેશમાં 30 સપ્ટેમ્બર સુધી કોરોના અંગેના પ્રતિબંધો લંબાવવામા આવ્યા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 78 હજાર 784 થઇ ગઇ છે. અત્યાર સુધી 35 હજાર 553 લોકોના મોત થયા છે.

બ્રાઝીલ: અત્યાર સુધી 1.27 લાખ મોત

બ્રાઝીલમાં કોરોના સંક્રમણના એક દિવસમાં 10273 કેસ નોંધાયા હતા અને 310 લોકોના મોત થયા હતા. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 41 લાખ 47 હજાર 794 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે અને 1 લાખ 26 હજાર 960 લોકોના મોત થયા છે. અહીં અઠવાડિયામાં 6 હજાર લોકોના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધી 33 લાખ 55 હજાર 564 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે.

ચીન: 15 દર્દીને હોસ્પિટલમાંથી રજા

ચીનના સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામા આવી છે. દેશમાં 85 હજાર 134 લોકો સંક્રમિત છે અને 80 હજાર 335 દર્દી સ્વસ્થ થઇ ચૂક્યા છે. હજુ 175 લોકો હોસ્પિટલમાં દાખલ છે જેમાંથી બે ગંભીર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here