કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રૉ.રાઘવને જણાવ્યું કે, વાયરસના નવા સ્ટ્રેન પર પણ વેક્સિન અસરકારક રહેશે

0
3

કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર પ્રૉ.વિજય રાઘવને જણાવ્યું કે યુકે અને સાઉથ આફ્રિકામાં મળેલા કોરોના નવા સ્ટ્રેન પર પણ વેક્સિન અસર કરશે. એવું કોઈ પ્રમાણ હજુ સુધી નથી મળ્યું જેનાથી તે સ્પષ્ટ થઈ જાય કે હાલ વેક્સિન આ નવા સ્ટ્રેન પર કોઈ અસર નથી કરી રહી.

આ વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોના પર વીકલી રિપોર્ટ રજૂ કર્યો. તેઓએ જણાવ્યું કે કોરનાની સૌથી વધુ 63% અસર પુરૂષમાં જોવા મળી છે. જ્યારે અત્યાર સુધી મળેલા કુલ સંક્રમિતોમાં 63% પુરૂષ સંક્રમિત છે, જ્યારે 37% મહિલાઓ છે. ઉંમરની દ્રષ્ટીએ જોઈએ તો 8% દર્દીની ઉંમર 17 વર્ષથી ઓછી છે. 18થી 25 વર્ષના 13%, 26થી 44 વર્ષના 39%, 45થી 60 વર્ષના 26% અને 60 વર્ષથી વધુના 14% લોકો સંક્રમિત થયા છે.

સોમવારે માત્ર 16 હજાર કેસ આવ્યા

દેશમાં કોરોનાના આંકડા વધુ રાહત આપનારા આવ્યા છે. સોમવારે માત્ર 16 હજાર 72 કેસ આવ્યા છે. આ આંકડા 23 જૂન પછી સૌથી ઓછા છે. ત્યારે 15 હજાર 656 કેસ પ્રકાશમાં આવ્યા હતો. છેલ્લા 24 કલાકમાં 24 હજાર 822 દર્દી સાજા થયા છે. 250 દર્દીનાં મૃત્યુ થયાં છે. આ રીતે એક્ટિવ કેસમાં 9011નો ઘટાડો આવ્યો છે. હવે માત્ર 2.67 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here