2 જાન્યુઆરીએ આખા દેશમાં વેક્સિનનો ડ્રાય રન થશે

0
3

2 જાન્યુઆરીએ આખા દેશમાં કોરોના વેક્સિનનો ડ્રાય રન(ટ્રાયલ) કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે હાઈ લેવલ મીટિંગમાં આ નિર્ણય લેવાયો. ગત 28 અને 29 ડિસેમ્બરે ચાર રાજ્યમાં આ ટ્રાયલ કરવામાં આવી હતી, જે હેઠળ પંજાબ, આસામ, આંધ્રપ્રદેશ અને ગુજરાતના બે-બે જિલ્લામાં વેક્સિનેશન માટે મશીનરીની તૈયારીને ચકાસવામાં આવી હતી.

યુનિયન હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણની અધ્યક્ષતામાં વેક્સિનેશનની તૈયારીઓની સમીક્ષા માટે આ મીટિંગ કરવામાં આવી હતી. વિડિયો-કોન્ફરન્સ દ્વારા યોજાયેલી બેઠકમાં સેક્રેટરી(હેલ્થ), નેશનલ હેલ્થ મિશનના MD અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્થ એડમિનિસ્ટ્રેટર્સ સામેલ થયા હતા.

મીટિંગ પછી સરકારે જણાવ્યું હતું કે તમામ રાજ્યો અને કેન્દ્ર પ્રશાસિત રાજ્યોમાં ડ્રાય રન કરાશે. ટ્રાયલ માટે તમામ રાજધાનીમાં ત્રણ પોઈન્ટ નક્કી કરવામાં આવશે. અમુક રાજ્યોના દૂર દૂરના જિલ્લાને પણ આમાં સામેલ કરવામાં આવશે, જ્યાં વેક્સિન પહોંચાડવી મુશ્કેલ હોય છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કહ્યું હતું કે તે આ ટ્રાયલ માટે પૂરતી વ્યવસ્થા કરે.

ડ્રાય રન શું છે?

અત્યારસુધી સરકાર માત્ર બાળકો અને ગર્ભવતી મહિલાઓને જ વેક્સિનેટ કરતી હતી, જેના માટે પણ અલગ અલગ રાજ્યોમાં સપ્તાહનો એક દિવસ નક્કી થાય છે. આવું પહેલી વખત બન્યું છે જ્યારે દેશમાં વયસ્ક વસતિને પણ વેક્સિનેટ કરાશે. આ જ કારણે વેક્સિનેશન ડ્રાઈવ માટે સરકારી મશીનરીની તૈયારીઓને ચકાસવા માટે કેન્દ્ર સરકાર ડ્રાય રન કરાવી રહી છે, જેમાં રાજ્યોમાં કોલ્ડ ચેઈનથી વેક્સિનેશન સાઈટ્સ સુધી વેક્સિન લાવવા-લઈ જવાની પ્રક્રિયાની ચકાસણી કરાશે. આ રીતે વેક્સિનેશન સાઈટ્સ પર કોઈ મુશ્કેલી આવે તો એની પણ ખબર પડી શકશે.

આવી રીતે ચકાસણી કરાશે

ડ્રાય રનમાં કોવિન (Co-WIN) પર જરૂરી ડેટા એન્ટ્રી કરાશે. ઓનલાઈન પ્લેટફોર્મ પર વેક્સિન ડિલિવરી, ટેસ્ટિંગની રિસીપ્ટ અને ફાળવણી, ટીમ મેમ્બર્સની નિમણૂક, વેક્સિનેશન સાઈટ્સ પર મોકડ્રીલની દેખરેખ થશે.

કોવિડ-19 વેક્સિન માટે કોલ્ડસ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન અરેજમેન્ટ્સનો રિયલ-ટાઈમ ટ્રેકિંગ આમાં સામેલ છે. વેક્સિનેશન સાઈટ્સ પર ભીડના સંચાલન સાથે એ જ ફિઝિકલ ડિસ્ટન્સિંગને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here