કોરોના કાળમાં વેટિકનમાં નાતાલ પર્વે સન્નાટો છવાયો, 2019માં લાખો લોકો ઉમટ્યા હતા

0
0

ક્રિસમસ માનવતાની શાંતિનો સ્ત્રોત બને: પોપ

પોપે તેમના સંદેશમાં કહ્યું- ‘ક્રિસમસ આપણા બધા માટે જીવન-વિશ્વાસ, પ્રેમ, ભાઇચારા અને પૂરી માનવતા માટે શાંતિનો એક સ્ત્રોત બને. ગરીબ, બેરોજગાર અને શરણાર્થી સૌને હું મારાં ભાઇ-બહેનના રૂપમાં જોઉં છું. પ્રભુને સૌની મદદ માટે વિનંતી કરું છું.’

ટ્યુનિશિયામાં બોટ ડૂબી, 4 સગર્ભા મહિલા સહિત 20 માઈગ્રન્ટ્સના મોત

મધ્ય ટ્યુનિશિયામાં માઈગ્રન્ટ્સ સાથેની એક બોટ ડૂબી ગઈ હતી. Sfax પ્રદેશમાં બનેલી આ દુર્ઘટનામાં 4 ગર્ભવતી મહિલાઓ સહિત 20 લોકોનાં મોત થયા છે. જ્યારે હજુ 13 લોકો લાપતા હોવાની જાણકારી મળી છે

નેશવિલે બ્લાસ્ટનું સસ્પેન્સ યથાવત્

નેશવિલેમાં અનેક કિમી સુધી આ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો પરંતુ વિસ્ફોટ કઈ રીતે થયો કે કોઈ આતંકી હુમલો છે કે કેમ એ રહસ્ય હજુ બહાર આવી શક્યું નથી.

અમેરિકાના નેશવિલેમાં જોરદાર વિસ્ફોટ પછી ઘટનાસ્થળે તપાસ કરી રહેલી પોલીસ ટીમ. કેટલાક રિપોર્ટ્સમાં જણાવાયું છે કે વિસ્ફોટના સ્થળેથી માનવ શરીરના ટુકડા મળ્યા છે. જો કે, હજુ આ અંગે અધિકૃત જાણકારી મળી નથી.

આગામી દિવસોમાં કાતિલ ઠંડીની ચેતવણી

નવેમ્બરમાં ભારે બરફવર્ષા પછી હવે હવામાન વિભાગ તરફથી ડિેસેમ્બરના અંતિમ દિવસોમાં કાતિલ ઠંડીની ચેતવણી અપાઈ છે. દેશના અનેક ભાગોમાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here