સુરેન્દ્રનગર : લીંબડીમાં 11 જુલાઇથી 5 દિવસ શાકમાર્કેટ રહેશે બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

0
4

ગુજરાતમાં એક તરફ કોરોના મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં નોધપાત્ર વધારો થઇ રહ્યો છે. હાલ રાજ્યમાં જે જિલ્લાઓમાં અત્યાર સુધી કોરોનાના દર્દીઓનો ઓછો આંકડો હતો ત્યાં પણ હવે વધી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના લીંબડીમાં કોરોનાનું સંક્રમણ વધતા શાકમાર્કેટ એસોસિયેશન દ્વારા આગામી 11 જુલાઇથી 15 જુલાઇ સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્યમાં એક તરફ કોરોના મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના સુરેન્દ્રનગરમાં જિલ્લામાં પણ હવે કોરોનાએ જમાવટ કરી છે. જિલ્લામાં આજરોજ નવા 9 કેસ સામે આવતાં કુલ આંકડો 270 સુધી પહોંચી ગયો છે. ત્યારે જિલ્લાના લીંબડી ખાતે આગામી 11મીથી 5 દિવસ શાકમાર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જિલ્લાના લીંબડી શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા 11 જુલાઇથી 15 જુલાઇ સુધી શાકમાર્કેટ બંધ રાખવાનો એસોસિયેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે પાંચ દિવસ શાકમાર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતા લોકોના ટોળે ટોળા ઉમટેલા જોવા મળ્યાં હતા. શાકમાર્કેટ એસોસિયેશન દ્વારા શાકમાર્કેટ બંધ રાખવાની જાહેરાતના પગલે લોકોના ટોળા શાક અને ફ્રૂટની ખરીદી કરવા શાકમાર્કેટમાં પહોંચી ગયા હતા. આ કારણે શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમનો છેદ ઉડતો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here