કોરોના વાઈરસ : પ્લાસ્ટિક-સ્ટીલ કે કાચ- જાણો કઈ સરફેસ પર કેટલા સમય સુધી જીવત રહી શકે છે આ વાઈરસ, પીડિતનું 35 દિવસમાં મોત શક્ય

0
31

Plastic-steel or glass- Know how long the surface can survive on the corona virus, the victim can be killed in 35 days

નેશનલ ડેસ્ક: ભારતમાં કોરોના વાઈરસથી મોતનો પહેલો કેસ સામે આવ્યો છે. ગુરુવારે કર્ણાટકના કલબુર્ગીમાં 76 વર્ષના એક વ્યક્તિનું મોત આ જીવલેણ વાઈરસના કારણે થયું છે. આ વાઈરસ હવાથી અને સરફેસથી પણ લોકો સુધી પહોંચી રહ્યો છે. તેથી લોકો જાહેર જગ્યાઓએ કઈ પણ વસ્તુને અડતા પહેલાં પણ સો વાર વિચાર કરી રહ્યા છે. જર્નલ ઓફ હોસ્પિટલમાં ગયા સપ્તાહે પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટમાં કોરોના વાઈરસ સાથે જોડાયેલી ખાસ માહિતી સામે આવી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વાઈરસ કયા સરફેસ પર કેટલા સમય સુધી જીવતો રહી શકે છે.

રિપોર્ટ પ્રમાણે, કઈ વસ્તુના સરફેસ પર કોરોના વાઈરસ કેટલીવાર સુધી ટકશે તે તેના તાપમાન પર આધારિત હોય છે. તો આવો જાણીએ કે, કોઈ જગ્યાનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હોય તો કોરોના વાઈરસ અલગ અલગ સરફેસ પર કેટલીવાર સુધી જીવતો રહી શકે છે….

સ્ટીલ સરફેસ: સ્ટીલ સરફેસ પર કોરાના વાઈરસ બે દિવસ સુધી રહી શકે છે. બસ અથવા મેટ્રોમાં પેસેન્જર સપોર્ટ માટે સ્ટીલના પૉલ બનાવવામાં આવ્યા હોય છે. હાલના સમયે આવી જગ્યાઓ ઈન્ફેક્ટેડ હોઈ શકે છે. તેથી જાહેર જગ્યાઓ પર આવી કોઈ પણ વસ્તુઓને ન અડવાની સલાહ આપવામાં આવે છે.

કાચ અને લાકડું: કાચ અથવા લાકડાની સરફેસ પર કોરોના વાઈરસ ચાર દિવસ સુધી એક્ટિવ રહી શકે છે. એટલે કે જો તમે ચાર દિવસ પછી પણ તે કાચ અથવા લાકડાથી કોરોના વાઈરસના સંપર્કમાં આવશો તો તમને ઈન્ફેક્શન થઈ શકે છે.

મજબૂત પ્લાસ્ટિક અથવા માટીના વાસણો: મજબૂત પ્લાસ્ટિક અથવા માટીના વાસણોની સરફેસ પર કોરોના વાઈરસ 5 દિવસ સુધી જીવતો રહી શકે છે. SARS ફેમિલીના વાઈરસ એલ્યુમીનિયમ પર 2-8 કલાક સુધી જીવીત રહી શકે છે. આ સિવાય રબડ અથવા રબડથી બનેલી કોઈ વસ્તુ પર કોરોના વાઈરસ ઓછામાં ઓછા 8 કલાક સુધી જીવતો રહી શકે છે.

ધી લેસન્ટમાં પ્રકાશિત એક અન્ય રિપોર્ટ પ્રમાણે કોરોના વાઈરસની ઝપટમાં આવ્યા પછી વ્યક્તિનું 37 દિવસમાં મૃત્યુ થઈ શકે છે. તાવ અને ગળામાં સોજાથી શરૂ થતો આ વાઈરસ ખૂબ ઝડપથી વ્યક્તિના ફેફસાને ખરાબ કરી દે છે અને તેને મૃત્યુ તરફ લઈ જાય છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે કોરોના વાઈરસનો શિકાર થતા પીડિત વ્યક્તિને ઓછામાં ઓછા 14 દિવસ આઈસોલેશનમાં રાખવો જરૂરી છે. એક્સપર્ટ દ્વારા આ રિસર્ચમાં વુહાન હોસ્પિટલમાંથી 191 કોરોના વાઈરસ પીડિતોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ દરમિયાન ડોક્ટર્સે કોરોના વાઈરસના RNAની તપાસ કરી અને તેનાથી જિનેટિકની ઓળખ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here