સુરત : સગીરાની છેડતી કરનાર બદમાશોનું જાહેરમાં અર્ધમુંડન કરી વીડિયો કર્યો વાયરલ

0
0

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ચલથાણમાં સગીરાની છેડતી કરનાર ત્રણ બદમાશ સગીરોનું જાહેરમાં અર્ધ મુંડન કરી વીડિયો વાયરલ કર્યો. એટલું જ નહીં ત્રણ દિવસ સુધી અર્ધ મુંડન રહેવા પણ તાકિદ કર્યું છે.

 

ઘટના વિગત મુજબ, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલ એક સોસાયટીમાં રહેતી સગીરા સાથે મોડી સાંજે સગીર વયના ત્રણ યુવકોએ છેડતી કરી હતી. યુવકોએ “મીઠી સોપારી ખાવું છે” એમ કહી બીભત્સ ઈશારો કરી મશ્કરીઓ કરી હતી. જે ઘટના બાદ સગીરાએ પોતાના માતા-પિતાને ઘટના અંગે કહેતા સગીરાના માતા-પિતાએ સગીરાઓના પરિવાજજનોને ફરિયાદ કરી હતી.

ફરિયાદ બાદ પરિવારજનો તેમજ સોસાયટીના લોકો મળીને ત્રણે સગીર છોકરાને ઝડપી પાડી પાઠ ભણાવવા જાહેરમાં અર્ધ મુંડન કરાવ્યું હતું અને સોસીયલ મીડિયામાં વિડીયો વાઇરલ કર્યો હતો જે બાદ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

અર્ઘમુંડન બાદ એવું પણ ફરમાન આપ્યું કે, જો સગીરો ક્યાંક ભાગશે અથવા પૂરું મુંડન કરાવશે તો પોલીસને સોંપવામાં આવશે. આગામી ત્રણેય સગીરોને આમ જ અર્ધ મુંડન રહેવાનું ફરમાન સોસાયટીના રહીશોએ કર્યું જોકે સગીરો ક્યાંક ભાગશે અથવા પૂરું મુંડન કરાવશે તો આ ત્રણેયને પોલિસને સોંપી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here