આરોપી વરરાજા:અમદાવાદમાં લગ્નમાં વરરાજાએ ઘોડી પર બેસીને ફાયરિંગ કર્યું હોવાનો વિડિયો વાઇરલ, પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવા પ્રયાસ શરૂ કર્યા

0
53

આરોપી વરરાજાએ લગ્નના વરઘોડામાં જ ફાયરિંગ કર્યું.
  • વિડિયો શહેરના ઓઢવ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે
  • પોલીસે વરરાજાની ઓળખ પણ કરી લીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે

પોલીસે વરરાજાની ઓળખ કરી લેતાં ધરપકડ કરવા પ્રયાસ હાથ ધર્યા

અમદાવાદમાં લગ્નના વરઘોડામાં વરરાજાએ ઘોડી પર બેસીને ફાયરિંગ કર્યું હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઇરલ થયો હતો. આ વિડિયો શહેરના ઓઢવ વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં પોલીસે ફાયરિંગ કરનાર વરરાજાને શોધવા પ્રયાસો શરુ કર્યાં છે. સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે પોલીસે વરરાજાની ઓળખ કરી લીધી છે અને તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here