મોરબીના કારખાનામાં મેડિકલ સારવારનો વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી

0
4

મોરબી જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલો દર્દીઓથી ઊભરાયેલી નજરે પડી રહી છે. મોરબી જિલ્લામાં ગઇકાલે 1લી તારીખે સરકારી ચોપડે કોરોના પોઝિટિવના 26 કેસો નોંધાયા હતા અને એક દર્દીનું મોત નીપજવાની ઘટના સામે આવી છે. એવામાં મોરબીના એક કારખાનામાં મેડિકલ સારવારનો વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

ફેક્ટરી માલિકે તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જણાવ્યું

મોરબીની વિવિધ સિરામિક કારખાનાની તપાસના અંતે આ વાયરલ વીડિયો કેપ્શન સિરામિક ફેક્ટરીનો હોવાનું બહાર આવ્યું છે. અને આ દર્દીઓ કોરોનાના નહીં પરંતુ તાવ, શરદી, ઉધરસના હોવાની સાથે હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી બે દિવસ અગાઉ ફેક્ટરી ખાતે ડોક્ટરને વિઝીટ કરાવી શ્રમિકોની સારવાર કરાઇ હોવાનું ફેક્ટરી માલિક અરુણ પટેલે ખુલાસો કરતા જણાવ્યું હતુ. અને હાલમાં તમામ દર્દીઓની હાલત પણ સ્થિર હોવાનું જણાવ્યું હતુ.

આ વાઇરલ વીડિયોમાં કારખાનાની અંદર અનેક દર્દીઓ ખુલ્લામાં બાટલો ચઢાવી સારવાર લેતા હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ત્યારે આ વીડિયો મોરબીની કેપ્શન સિરામિક કારખાનાનો હોવાનું સામે આવ્યું છે. જેમાં બે દિવસ પહેલા ફેક્ટરી ખાતે ડોક્ટરે વિઝીટ કરી શ્રમિકોની સારવાર કરી હતી.

અનેક દર્દીઓને ખુલ્લામાં સારવાર આપવામાં આવી રહી હોવાનો વીડિયો વાઇરલ થયો.

અનેક દર્દીઓને ખુલ્લામાં સારવાર આપવામાં આવી રહી હોવાનો વીડિયો વાઇરલ થયો.

મોરબી જિલ્લામાં તંત્રએ 26 કેસ જ દર્શાવ્યા

સરકારી ચોપડે મોરબી જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 3645 કોરોના પોઝિટિવ કેસોમાંથી 3250 દર્દી સાજા થયા છે. આજે વધુ એક દર્દીના મૃત્યુ સાથે કુલ 219નાં મોત, એક્ટિવ કેસ વધીને 176 થયા છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવામાં આવે છે. 1 એપ્રિલ, ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1585 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી કુલ 26 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે, કારણ કે અત્યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઊભરાઈ રહી છે, પરંતુ મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે.

આ વીડિયો કેપ્શન સિરામિકનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ વીડિયો કેપ્શન સિરામિકનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here