લાખણી : ગામડીમાં બોર બગડતા પાણી માટે ગામ લોકોને હાલાકી, પંચાયત દ્વારા બોર રીપેરીંગ માટે કામગીરી હાથ ધરાઇ.

0
76
લાખણી : લાખણી તાલુકાના ગામડી ગામે ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા પાણીના બોરની મોટર માં ફોલ્ટ થતા છેલ્લા ત્રણ દિવસથી ગામ લોકોને પીવાના પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. જોકે આજ સાંજ સુધી પાણીનો બોર ચાલુ થઇ જશે તેવું પંચાયતી સૂત્રોએ જણાવ્યું હતું.
છેલ્લા ચાર દિવસથી બોર બંધ.
કોરોનાના કેરને પગલે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેથી લોકો પોતાના ઘરે પુરાઈ રહે છે. જ્યારે આ આફત વચ્ચે લાખણી તાલુકાના ગામડી ગામે પંચાયત દ્વારા બનાવવામાં આવેલ પાણીના બોરની મોટરમાં ફોલ્ટ થતા ગ્રામજનો ને લોક ડાઉનમાં કોરોનાની દહેશત વચ્ચે ગામલોકોને સિમ વિસ્તારના અન્ય બોર ઉપર પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. જ્યારે આ બાબતે પંચાયત દ્વારા પ્રથમ દિવસથી જ બોરની મોટર રિપેરિંગ કરાવવા માટે મહેનત શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ લોક ડાઉનના લીધે કેબલ ન મળતા એક દિવસ વધુ મોડું થયું હોવાનું તેમજ આજ સાંજ સુધી બોર ચાલુ થઇ જશે તેવું ગામના સરપંચ બાબુભાઇ દેસાઇએ જણાવ્યું હતું.

ગામડી ગામે આવેલ પાણી માટેનો પંચાયતી બોર છેલ્લા ચાર દિવસથી બંધ છે. જેથી ગામ લોકોને પાણી માટે બેડા લઈ રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. જેથી પંચાયત દ્વારા આ બોર સત્વરે ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે. :
પ્રવિણ પરમાર (રહીશ – ગામડી)

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here