પ્રાંતિજ : દલાની મુવાડી ખાતે આચાર્ય ની બદલી ને લઇને ગ્રામજનો દ્વારા બે જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યું

0
41

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા માં એચ ટાટ ના આચાર્ય ફાજલ પડવાને લઇને ધટના એ જોર પકડયું છે જેમાં આચાર્ય ની બદલી રોકવા પ્રાંતિજ તાલુકા ના મૌછા , ધડી , ઓરાણ બાદ હવે દલાની મુવાડી માં પણ ગ્રામજનો આગળ આવ્યા છે અને બદલી રોકવા બે જગ્યાએ આવેદનપત્ર આપ્યું અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી આપી.

સાબરકાંઠા-અરવલ્લીસાંસદ દિપસિહ રાઠોડ ને અને તાલુકા શિક્ષણ શાખામાં આવેદનપત્ર આપ્યું.
બદલી નહી રોકવામાં આવેતો ગાંધીચિંધ્યા માગે આદોલન ની ચિમકી આપી.
મૌછા બાદ ધડી , ઓરણ અને હવે દલાની મુવાડી માં આચાર્ય ની બદલી રોકવા માંગ.

બાઇટ : રામસિંહ

સરકારી પ્રાથમિક શાળાઓમાં સંખ્યા ની ધટ પડતા એચ ટાટ ના આચાર્ય ફાજલ પડતા પ્રાંતિજ તાલુકા માં એક પછી એક ગામમાં આચાર્ય ના સમર્થન માં વિધાર્થીઓ વાલીઓ ગ્રામજનો તથા એસએમસી ના સભ્યો આગળ આવ્યા છે તો પ્રાંતિજ ના મૌછા , ધડી , ઓરાણ બાદ હવે દલાની મુવાડી ખાતે આવેલ પ્રાથમિક શાળા ના આચાર્ય ની બદલી ને લઇને દલાની મુવાડી ના ગામજનો દ્વારા બે જગ્યાએ આવેદનપત્ર આપ્યું.

બાઇટ : રાજુસિંહ ઝાલા

જેમાં પ્રાંતિજ માર્કેટયાર્ડ ખાતે પહોચી ને સાબરકાંઠા-અરવલ્લીસાંસદ દિપસિહ રાઠોડ ને આવેદનપત્ર આપ્યું તો પ્રાંતિજ તાલુકા પંચાયત ખાતે પણ તાલુકા શિક્ષણ શાખામાં આવેદનપત્ર આપ્યું હતું અને જો બદલી રોકવામા નહીં આવે તો ગાંધીચીંધ્યા માગે આદો લન તથા શાળા માં તાળાં બંધી કરવાની ચિમકી પણ ગ્રામજનો દ્વારા ઉપચારમાં આવી છે ત્યારે હાલતો પ્રાંતિજ ના વિવિધ ગામોમાં એચ ટાટ ના ફાજલ પડે આચાર્યો ના સમર્થન માં આવેદનપત્રો અને તાળાબધી પણ કરવાની ચિમકીઓ પણ આપવામાં આવી છે.

બાઇટ : કિરણસિંહ

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here