દહેગામ : મુવાડા ગામે છેલ્લા ઘણા સમયથી ટાવર લાઈટ બંધ થઈ જતા ગ્રામજનો ભારે પરેશાન

0
76

દહેગામ તાલુકાના નાગજીના મુવાડા ગામે ગામની વચ્ચે મુકેલી એલઈડી લાઈટ બંધ રહેતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાગજીના મુવાડા ગામે જિલ્લા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટમાંથી એલઈડી હાઈ માર્સ ટાવર ગામમા રૂપીયા ૨.૦૭.૦૦૦ ના ખર્ચે વર્ષ ૨૦૧૭ થી ૨૦૧૮ મા બનાવેલુ છે પરંતુ આ એલઈડી લાઈટ છેલ્લા ઘણા સમયથી બંધ હોવા છતા ગામના ગ્રામજનોની વારંવાર રજુઆતો કરવા છતા ચાલુ કરવામા આવતી નથી તેથી ગ્રામજનો હાલમા પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે. નવરાત્રીમા પણ આ લાઈટો ચાલુ નહી થતા ગ્રામજનોમા ભારે આક્રોષ વ્યાપી જવા પામ્યો છે તેથી આ ગામના રાજુભાઈ ઠાકોર અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોધાવીને જણાવ્યુ છે કે આ બાબતે લાગતા વળગતા તંત્ર તાત્કાલિક તકેદારીના પગલા ભરી ચાલુ કરે તેવી માંગ થવા પામી છે.

બાઈટ : મહેશભાઈ દેસાઈ, લીહોડા

 

  • નવરાત્રીના શુભ પર્વમા આ એલઈડી લાઈટ બંધ રહેતા ગરબા રશિકો નીરાશ થયા હતા
  • ગામના ગ્રામજનોએ લાગતા વળગતા તંત્રને જાણ કરવા છતા કોઈ તકેદારીના પગલા ભરવામા આવ્યા નથી
  • આ બાબતો લાગતા વળગતા તંત્રએ ગ્રામજનોની સમસ્યાઓનુ ઉકેલ આવે તે માટે તકેદારી લેવી જોઈએ

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here