Wednesday, April 17, 2024
Homeકોરોનાનો હુમલો : આ વાઈરસ ફેફસાં પર બે રીતે હુમલો કરે છે,...
Array

કોરોનાનો હુમલો : આ વાઈરસ ફેફસાં પર બે રીતે હુમલો કરે છે, પ્રથમ-સોજો વધી જાય છે અને બીજું- લોહીમાં ઓક્સિજનના પ્રવેશને અટકાવે છે

- Advertisement -

કોરોનાવાઈરસ શરીરના કયા ભાગને સૌથી વધુ અસર કરે છે,  દરેક વૃદ્ધ વ્યક્તિ પર કોરોનાનો હુમલો જીવલેણ છે? શું લોકડાઉન પૂરું થયા બાદ પણ આ વાઈરસનું જોખમ રહેશે? તેમાંથી કેટલાક મહત્ત્વપૂર્ણ સવાલોના જવાબ ઓલ ઈન્ડિયા રેડિયોએ જારી કર્યા છે. મૌલાના આઝાદ મેડિકલ કોલેજ, નવી દિલ્હીના નિષ્ણાત ડો. નરેશ ગુપ્તા પાસેથી જાણો, આ સવાલોના જવાબ…

કોરોનાવાઈરસ શરીરના કયા  ભાગને વધુ અસર કરે છે?

કોરોનાવાઈરસ કિડની અને ફેફસાં પર હુમલો કરે છે પરંતુ મોટાભાગના કેસમાં તેની અસર ફેફસાં પર જોવા મળે છે. તેના કારણે ફેફસાંમાં સોજો આવી જાય છે જેને ન્યુમોનિયા કહેવામાં આવે છે. કોરોનાવાઈરસ શરીરના આંતરડાં અને કિડની સુધી પણ પહોંચી શકે છે. ફેફસાં આ વાઈરસનો પ્રવેશદ્વાર છે એટલા માટે સૌથી વધારે નુકસાન તેને થાય છે એટલા માટે ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂર પડે છે.

કોરોનાવાઈરસ ફેફસાં પર કેવી રીતે હુમલો કરે છે?

આ વાઈરસ ફેફસાં પર બે રીતે હુમલો કરે છે. પ્રથમ, ફેફસામાં સોજો આવવાથી ન્યુમોનિયા થઈ જાય છે. બીજું, ફેફસાંમાં લોહી ગંઠાઈ જાય છે અને નાક દ્વારા લેવામાં આવેલ ઓક્સિજન લોહીમાં ઓક્સિજન નથી જઈ શકતો. ઉધરસ-શરદી પણ વાઈરલ ચેપ છે, જે ગળા, નાક, મોં સુધી મર્યાદિત છે. તેમાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી થતી.

આપણા શરીરમાં બે ફેફસાં હોય છે. જો એકમાં ન્યુમોનિયા થાય છે તો બીજું કામ ચાલુ રાખશે અને શ્વાસ લેવામાં કોઈ તકલીફ નહીં થાય. પરંતુ જો શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય તો એક વાત સ્પષ્ટ છે કે સંક્રમણ વધારે છે. તે કોવિડ-19નું સંક્રમણ હોઈ શકે છે. આવું થવા પર તરત ડોક્ટરને બતાવવો.

શું દરેક વૃદ્ધ પર કોરોનાનો હુમલો જીવલેણ છે?

60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જીવલેણ છે, તેમને બચવાની જરૂર છે, આ વાતથી તેમને ડરવાની જરૂર નથી. કોરોનાવાઈરસ એવા વૃદ્ધો માટે જોખમકારક છે, જે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર અથવા લાંબા સમય સુધી કોઈ બીમારીથી પીડાતા હોય છે.

જો ઘણા દિવસો સુધી ઉધરસ આવે છે, તો શું કોરોનાનું જોખમ છે?

ખાંસી સામાન્ય છે, તેનાથી ડરવાની જરૂર નથી. ઘણી વખત સામાન્ય ઉધરસને મટવામાં પણ 7 દિવસ અથવા તેનાથી વધારે સમય લાગી જાય છે. પહેલા લોકો તેને ટીબી માનતા હતા પરંતુ હવે કોરોનાનું સંક્રમણ માને છે. તમે કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં નથી આવતા ત્યાં સુધી તમારે ડરવાની જરૂર નથી. જો તમે ઇચ્છતા હો તો, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી લો. તેમાં કેટલાંક સરળ પ્રશ્ન પૂછવામાં આવે છે, તેનો જવાબ આપવાનો હોય છે. તેનાથી તમે સરળતાથી જાણી શકશો કે તમને કોરોના સંક્રમણનું જોખમ છે કે નહીં.

કેટલા તાપમાન પર વાઈરસ નાશ પામે છે?

ઉનાળો શરૂ થઈ ગયો છે અને તાપમાન વધી રહ્યું છે. કેટલાક લોકો વિચારી રહ્યા છે કે ટૂંક સમયમાં આ વાઈરસની અસર નષ્ટ થઈ જશે, પરંતુ આ વાતના હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, તાપમાન 23 ડિગ્રી હોય તો આ વાઈરસ નાશ પામે છે. અત્યારે આ સમયે ઘરે બનાવેલો ખોરાક જ ખાવો, જે પણ ખાઓ તેને સારી રીતે રાંધો જેથી જો કોઈ પણ ખાદ્ય વસ્તુ બહારથી મંગાવવામાં આવે તો તેમાં રહેલા વાઈરસની અસર નષ્ટ થઈ જાય.

શું કાળા મરી ખાવાથી વાઈરસના સંક્રમણથી બચી શકાય છે?

કાળા મરી અથવા આદુ કે લસણ ખાવાથી વાઈરસનો ચેપ નથી લાગતો એવું નથી. તેનાથી બીમારી સામે લડવાની ક્ષમતા એટલે કે ઈમ્યુનિટી વધી જાય છે. ઈમ્યુનિટી શરીરને બીમારી અથવા વાઈરસ સામે લડવાની તાકાત આપે છે. જ્યાં સુધી ખાવાની વાત છે તો તે હંમેશાં ફાયદાકારક છે.

શું મચ્છરથી વાઈરસનું સંક્રમણ ફેલાય છે?

ના, કોરોનાવાઈરસ તેનાથી નથી ફેલાતો. પંરતુ મચ્છર અન્ય બીમારીઓ ફેલાવે છે. ગરમીમાં મચ્છરને દૂર રાખવા માટે ઘરમાં સાફ-સફાઈ રાખવી.

શું લોકડાઉન પૂરું થયા બાદ આ વાઈરસ જતો રહેશે?

લોકડાઉન સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં પણ સંક્રમિત બીમારી થવા પર આવું કરવા માટે કહેવામાં આવતું હતું પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી. જો કે, આ વાઈરસની કોઈ વેક્સિન નથી એટલા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગની સૂચનાઓ માત્ર લોકડાઉન સુધી મર્યાદિત ન રાખતા, આગળ પણ આ સૂચનાઓનું પાલન કરતા રહેવું.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular