કોરોના દુનિયામાં 3.77 કરોડથી વધુ : કાચ અને સ્ટીલ પર 28 દિવસ સુધી જીવતો રહે છે વાઇરસ, કુલ કેસમાં અમેરિકાને ક્રોસ કરી ભારત વિશ્વમાં નંબર વન બને તેવી શક્યતા

0
0

વિશ્વમાં સંક્રમિતોનો આંકડો 3.77 કરોડથી વધુ થઈ ગયો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા 2 કરોડ 83 લાખથી વધુ થઈ ગઈ છે. મૃત્યુ પામનારાનો આંકડો 10.81 લાખને વટાવી ગયો છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે.

ઓસ્ટ્રેલિયાની નેશનલ સાયન્સ એજન્સી CSIROએ કોરોના વાઇરસને લઈને નવા દાવાઓ કર્યા છે. એજન્સીના રિસર્ચમાં એ વાત પ્રકાશમાં આવી છે કે કોરોના વાઇરસ નોટ, કાચ અને સ્ટીલની સપાટી પર સતત 28 દિવસ સુધી જીવતો રહી શકે છે. અન્ય મુલાયમ સર્ફેસવાળી ચીજો, જેવી કે પ્લાસ્ટિક અને મોબાઈલ ફોન સ્ક્રીન પર પણ એ લાંબા સમય સુધી ટકી શકે છે. આનું અધ્યનન વાયરોલોજી જર્નલમાં પબ્લિશ કરવામાં આવ્યું છે.

મેક્સિકોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ની મદદથી ચલાવવામાં આવી રહેલી કોવેક્સ સ્કીમ અંતર્ગત કોરોના વેક્સિનને ખરીદવાની જાહેરાત કરી છે. એના માટે તેણે 159.8 મિલિયન અમેરિકન ડોલર(લગભગ 1166 કરોડ) રૂપિયાની એડવાન્સ રકમ જમા કરાવી છે. મેક્સિકોના વિદેશ મંત્રાલયે એની માહિતી આપી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં સંક્રમણના 3175 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેની સાથે જ દેશમાં સંક્રમિતોનો આંકડો 8 લાખ 17 હજાર 503 થયો છે. અત્યારસુધીમાં 83 હજાર 781નાં મૃત્યુ થયાં છે.

ઈઝરાયેલઃ સંક્રમિતોનો આંકડો 3 લાખની નજીક

ઈઝરાયેલમાં છેલ્લા 24 કલાકમાં 618 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. હવે અહીં સંક્રમિતોનો આંકડો 2 લાખ 90 હજાર 493 થયો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. અત્યારસુધીમાં અહીં 2 લાખ 28 હજાર 658 લોકો સ્વસ્થ થયા છે અને 1980નાં મોત થયાં છે. રવિવારે ઈઝરાયેલની તેલ અવીવ યુનિવર્સિટી(ટીએયુ)એ કહ્યું હતું કે તે કોવિડ-19ની સારવાર માટે એક એન્ટિબોડી કોકટેલ વિકસિત કરી રહી છે. રિસર્ચે કહ્યું હતું કે એન્ટિબોડી પ્રાકૃતિક છે અને લોહીમાં સ્થિર રહે છે, આ કારણે એક ઈન્જેક્શન કોવિડ-19થી ઘણા સપ્તાહ અથવા તો ઘણા મહિનાઓ સુધી બચાવી શકે છે.

સાઉથ કોરિયાઃ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોમાં રાહત

સાઉથ કોરિયામાં સંક્રમણના કેસ ઓછા થયા પછી સોમવારથી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોમાં રાહત આપવામાં આવી છે. સ્ટેડિયમની કેપેસિટીથી 30 ટકા દર્શકોની સાથે રમતના આયોજનની પરવાનગી હશે. વડાપ્રધાન ચુંગસે-ક્યુને રવિવારે તેની જાહેરાત કરી. તેમણે કહ્યું હતું કે સમગ્ર દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગમાં રાહત આપીશું. જોકે સાવચેતી રાખવામાં આવશે. ડોર ટુ ડોર બિઝનેસ, ધાર્મિક આયોજનો પર પ્રતિબંધ ચાલુ રહેશે.

ફ્રાન્સઃ 24 કલાકમાં રેકોર્ડ 26 હજાર 896 કેસ

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 26 હજાર 896 કેસ પ્રકાશમાં આવ્યા છે. આ પહેલાં સૌથી વધુ સંક્રમિત ગત શુક્રવારે મળ્યા હતા. હવે દેશમાં સંક્રમિતોનો આંકડો 7 લાખ 18 હજાર 873 થયો છે. ફ્રાન્સમાં છેલ્લા થોડા સમયમાં નવા કેસ વધ્યા છે. છેલ્લા એક સપ્તાહથી અહીં પ્રત્યેક દિવસે 11 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. અત્યારસુધીમાં દેશમાં 32 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. અહીંની રાજધાની પેરિસ અને તેની આસપાસનો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે. સરકારે પેરિસ સહિત ઘણા વિસ્તારોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે.

નેપાળઃ સંક્રમિતોનો આંકડો 1 લાખને વટાવી ગયો

નેપાળમાં છેલ્લા 24 કલાકમાં 5008 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. એની સાથે જ દેશમાં સંક્રમિતોનો આંકડો 1 લાખ 5 હજાર 684 થયો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લાં થોડાં સપ્તાહથી દેશમાં સંક્રમણ વધ્યું છે. અહીં છેલ્લાં 4 સપ્તાહમાં સંક્રમિતોની સંખ્યા બે ગણી થઈ છે. રાજધાની કાઠમાંડુ સૌથી વધુ પ્રભાવિત છે. દેશમાં સંક્રમણના કુલ કેસમાંથી લગભગ એક તૃતીયાંશ કેસ કાઠમાંડુમાં પ્રકાશમાં આવ્યા છે. સંક્રમણથી અત્યારસુધીમાં 614 લોકોએ જીવ ગુમાવ્યો છે. શનિવારે નેપાળના સિવિલ એવિયેશનમંત્રી યોગેશ ભટ્ટરાઈ સંક્રમિત મળ્યા હતા.

ચીન કિંગડાઓ શહેરના ટેસ્ટ કરાવવાની યોજના બનાવી

ચીન કિંગડાઓ શહેરની સમગ્ર 90 લાખ વસ્તીનો ટેસ્ટ કરાવવાની યોજના બનાવી રહ્યું છે. આ ટેસ્ટ માત્ર 5 દિવસમાં જ કરી લેવામાં આવશે. તાજેતરમાં જ કિંગડાઓમાં વાઈરસના માઈનર આઉટબ્રેકની વાત પ્રકાશમાં આવી હતી. રવિવારે કિંગડાઓમાં સંક્રમણના 6 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા. તે પછી અત્યાર સુધીમાં લગભગ 1 લાખ 40 હજાર લોકોનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે. ચીને ત્રણ દિવસની અંદર શહેરના પાંચ જિલ્લાના તમામ લોકોનું ટેસ્ટિંગ કરવાની યોજના બનાવી છે. હાલ ચીનમાં સંક્રમણ કન્ટ્રોલમાં છે. દેશમાં અત્યાર સુધીમાં 85 હજાર 578 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે અને 4634 વ્યક્તિઓના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here