‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શોના ચાહકોની રાહનો આવ્યો અંત, નવરાત્રી પહેલાં દયાબેન ઉર્ફ દિશા વાકાણી કમબેક કરી શકે છે

0
10

ટીવીનો કોમેડી ડ્રામા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં લીડ એક્ટ્રેસ દિશા વાકાણીની અછત ઘણા સમયથી વર્તાઈ રહી છે. એક્ટ્રેસે ત્રણ વર્ષ પહેલાં શોમાંથી મેટરનિટી લીવ લીધી હતી અને એ પછી તે પરત આવી શકી નહિ. ગયા વર્ષે નવરાત્રીમાં એક્ટ્રેસ કમબેક કરવાની હતી અને તે માટે એક પ્રોમો પણ શૂટ કર્યો હતો, પણ મેકર્સ સાથે કોઈ વાત આગળ ના વધી, પરંતુ હવે મેકર્સે તેને પરત બોલાવવાની બધી તૈયારીઓ કરી લીધી છે. શો અને દયાના ચાહકો માટે ખુશખબરી છે કારણ કે દયા બેન આ વર્ષે નવરાત્રીમાં કમબેક કરી શકે છે.

છેલ્લા ઘણા દિવસથી દયા બેનના કમબેકના સમાચાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ વિશે એક સૂત્રએ પિંકવિલા સાથે વાતચીતમાં કહ્યું કે, દિશા વાકાણી સાથે કમબેકને લઈને મારી વાત થઇ રહી છે. જો કે, પરિવારની ડિમાન્ડ છેલ્લા ઘણા સમયથી રસ્તા પરનો કાંટો બની ગઈ છે. પરંતુ હવે મેકર્સે દયા બેનને પરત લાવવાની બધી તૈયારી કરી લીધી છે ભલે દિશા વાકાણી માને નહિ. મેકર્સ પ્રમાણે, દયા બેનના કમબેક માટે નવરાત્રીથી સારો બીજો કોઈ તહેવાર ના હોઈ શકે. જો નવરાત્રી પહેલાં તેઓ નહિ આવે તો દિવાળી પહેલાં પણ શોમાં કમબેક કરી શકે છે.

દિશા વાકાણી કેમ શોથી દૂર છે?

દિશાએ ત્રણ વર્ષ પહેલાં પ્રેગનન્સીને લીધે શોમાંથી મેટરનિટી લીવ લીધી હતી. એક વર્ષ પછી જ્યારે એક્ટ્રેસ માતા બની તો તેમણે મેકર્સ પાસે બાળકીની દેખભાળ કરવા માટે સમય માગ્યો હતો. દીકરી મોટી થઇ તો દિશાની ડિમાન્ડ હતી કે તે શોમાં અમુક સ્પેશિયલ સીનમાં જ દેખાશે પરંતુ મેકર્સ તેને ફુલ ટાઈમ રાખવા માગતા હતા. ગયા વર્ષે મેકર્સ આ વાત સાથે સહમત પણ થઇ ગયા હતા અને દિશાનો એક પ્રોમો પણ શૂટ કર્યો હતો પણ પછી તેના પરિવાર તરફથી કોઈ બીજી ડિમાન્ડ આવી અને વાત આગળ ના વધી.

આની પહેલા દિશાના રોલ માટે નવી એક્ટ્રેસની શોધ પણ ચાલુ હતી પણ દિશાના કમબેકના સમાચારથી નિર્ણય બદલાઈ ગયો હતો. જો આ વખતે પણ દિશા કમબેક નહિ કરે તો તેને બદલે શોમાં કોઈ બીજી દયાબેન દેખાઈ શકે છે.

શોએ 3000 એપિસોડ પૂરા કર્યા

તારક મહેતા શોએ 24 સપ્ટેમ્બરે 3000 એપિસોડ પૂરા કરીને નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ અવસરે ટીમે સેટ પર એક નાનકડું સેલિબ્રેશન પણ રાખ્યું હતું. જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશીએ શોના પ્રોડ્યુસર અસિત મોદી, લેખક તારક મહેતા અને ચાહકોનો આભાર માન્યો હતો. એક્ટરે પોતાના પ્રથમ દિવસથી લઈને અત્યાર સુધીની સ્ટોરી એક ઈમોશનલ પોસ્ટમાં વ્યક્ત કરી હતી.

https://www.instagram.com/p/CFh51UWhpId/?utm_source=ig_embed