સરદાર સરોવરની જળ સપાટી 132.61 મીટરની સપાટીએ પહોંચી, 15 દરવાજા ખોલી 1.88 લાખ ક્યૂસેક પાણી છોડાયું

0
0

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.77 મીટરે પહોંચી છે જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે. ઓમ કારેશ્વર ડેમમાંથી સવા બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.

ડેમમાં પાણીની આવક 2 લાખ 73 હજાર 832 ક્યુસેક થઈ હતી. હાલ નર્મદા ડેમના 15 ગેટ ખોલી નર્મદા નદીમાં 2 લાખ 43 હજાર 207 ક્યુસેક પાણી ઠલવાઇ રહ્યું છે. આ દ્રશ્યો જોવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા.

સરદાર સરોવર ડેમની સપાટી 132.61 મીટરે પહોંચી ગઈ 
સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટમાં વરસાદ અને મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર અને ૐકારેશ્વર ડેમના ટર્બાઇનો ચાલતા ઉપર વાસમાંથી નર્મદા ડેમના સરદાર સરોવરમાં 2,28,000 ક્યુસેક પાણીની અવાક થઇ રહી છે. જેમાં 15 દરવાજા ખોલી નર્મદા નદીમાં 2,88,476 ક્યુસેક છોડાઈ રહ્યું છે. જેનાથી નર્મદા બે કાંઠે વહી રહી છે. ત્યારે બીજી બાજુ પાણીની સારી આવક થતા રિવર બેડના ટર્બાઈનો ધમધમી ઉઠ્યા છે. નર્મદામાં લાખો ક્યુસેક પાણી ઠલવાતા સરદાર સરોવરથી 8 કિમિ દૂર આવેલો 30 મીટર ઉંચો ગોરા ગામ ખાતેનો દોઢ કિમિ લાંબો બ્રિજ પાણીમાં ડૂબ્યો છે. હાલ પુલ પરથી પાણી પસાર થતા જ વાહન વ્યવહાર બંધ કરાયો છે.

10 ગામ સંપર્ક વિહોણા બન્યા
ડેમના 15 ગેટ ખોલાતા નદી કાંઠે ન જવા માટે તંત્રએ તાકીદ કરી છે. રાજપીપળાથી કેવડિયા જતા પ્રવાસીઓ રાજપીપળાથી વાયા ગરુડેશ્વર થઈને કેવડિયા પહોંચી શકશે. હાલ સ્થાનિક 10 જેટલા ગામો માટે આ રસ્તો બંધ થઇ જતા સંપર્ક વિહોણાં બન્યાં છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે સ્ટેચ્યુ અને નર્મદા ડેમ જોવા 20,300 પ્રવાસીઓ નોંધાયાં હતાં. જયારે રવિવારે 22,500 જેટલા પ્રવાસીઓ નોંધાયા છે. બે દિવસની રજાઓમાં 42,800 પ્રવાસીઓ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here