ક્રિકેટ જગતમાં ફરીથી શોકનું મોજું ફરી વળ્યું, કાર એક્સિડેન્ટમાં આ ક્રિકેટરનું મોત

0
0

અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન નજીબ તારકઈનું નિધન થઈ ગયું છે. તે રોડ એક્સિડેન્ટમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. નજીબ 2 ઓક્ટોબરના રોજ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે એક કારે તેને જોરદાર ટક્કર મારી હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ અંગે જાણકારી આપી છે.

સીબીએ શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, નજીબ 2 ઓક્ટોબરના રોજ કાર એક્સિડેન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. જે બાદ તેની સર્જરી થઈ હતી. તે સમયે નાંગરહારમાં તેની સારવાર ચાલી રહી હતી. એસીબીએ કહ્યું હતું કે, હેલ્થ અધિકારીઓની પરમિશન મળ્યા બાદ તેનો ઈલાજ માટે કાબુલ કે અફઘાનિસ્તાનથી બહાર લઈ જવામાં આવશે.

જો કે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત નજીક કોમામાં હતો, તેના માથા પર ગંભીર ઈજા પહોંચી હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર નજીબુલ્લાહના નિધનની જાણકારી આપી હતી.

ક્રિકેટમાં તારકઈએ પોતાની અંતિમ મેચ 8 સપ્ટેમ્બરના રોજ રમી હતી. જેમાં તેણે 32 રન બનાવ્યા હતા. નજીબે અફઘાનિસ્તાન માટે 12 ટી20 ઈન્ટરનેશનલ અને એક વનડે મેચ રમી છે. નજીબે બાંગ્લાદેશમાં 2014ની ટી20 વર્લ્ડ કપમાં પોતાનો ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યો હતો અને તે બાદ યુએઈ, આયરલેન્ડ, ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ સામે રમ્યો હતો.

માર્ચ 2017માં આયરલેન્ડની સામે તેણે ટી20 સીરિઝમાં 90 રન બનાવ્યા હતા. જે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેનો સર્વાધિક સ્કોર હતો. તેણે સપ્ટેમ્બર 2019માં બાંગ્લાદેશની સામે પોતાની અંતિમ ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તેણે એકમાત્ર વન ડે 2017માં આયરલેન્ડની સામે રમ્યો હતો. તારકઈએ ફર્સ્ટ ક્લાસ મેચોમાં 47.20ની સરેરાશથી 2030 રન બનાવ્યા હતા. જેમાં 6 સદી અને 10 હાફ સેન્ચુરી છે અને તેનો સર્વાધિક સ્કોર 200 રન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here