હવામાન વિભાગનુ અનુમાન, રાજ્યમાં બે દિવસ પછી ફરી ઠંડીનુ જોર વધશે

0
54

અમદાવાદ: રાજ્યમાં ઉતરપૂર્વ-પૂર્વના પવન ફુકાય રહ્યા છે. જેના કારણે 2 થી 3 ડિગ્રી તપામાનમાં વધારો થશે, અને તાપમાન ઉંચુ જવાના કારણે ઠંડીમાં ઘટાડો થશે. પરંતુ હવામાન વિભાગનુ અનુમાન છે કે, 4 ફેબ્રુઆરી બાદ પવનની દિશા બદલાશે. જેના કારણે ફરી ઠંડીમાં ચમકારો થશે. 4 ફેબ્રુઆરી બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે, અને લોકોને ઠંડીનો અહેસાસ થશે. જોકે આજે વહેલી સવારે તેજગતીએ પવનો ફુકાયા હતા. જેના કારણે ઠંડીનો અહેસાસ થયો છે. સાથે ગઈકાલ કરતા આજે લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થયો છે. પરંતુ નલિયાનુ તાપમાન યથાવત રહ્યુ છે.

શિયાળાની સિઝનમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યુ છે. સિઝનનો સૌથી ઠંડો દિવસ 9 જાન્યુઆરી રહ્યો હતો. કારણે કે અત્યારે ચાલુ વર્ષ શિયાળાની સિઝનુ સૌથી નીંચુ તાપમાન નોંધાયુ હતુ. 9 જાન્યુઆરીએ નલિયામાં રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાઈ હતી. જેમાં નલિયાનુ લઘુતમ તાપમાન 3.3 ડિગ્રી નોંધાયુ હતુ.

તો ચાલુ વર્ષે નલિયા, ભુજ, ડીસા, પોરબંદર સહિતના શહેરોમાં રેક્રોર્ડબ્રેક ઠંડી નોંધાય છે, અને ચાલુ વર્ષે ગણ્યા ગાઠીયા દિવસ જ કોલ્ડવેવની આગાહી આવી છે. એટલે ભારતીય મોંસમ વિભાગ દ્વારા પૂર્વાનુમાનમાં કહ્યુ હતુ કે, કોલ્ડવેવની ફિકવન્સી ઘટી જશે, અને તે જોવા પણ મળ્યુ.

આજના તાપમાનની વાત કરીએ તો ઠંડા પવન ફુકાવવાના કારણે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યુ છે. નલિયાનુ લઘુતમ તાપમાન 6.8 ડિગ્રી નોંધાયુ છે. તો અમદાવાદનુ તાપમાન 13.2 ડિગ્રી, ડીસાનુ તાપમાન 9.2 ડિગ્રી, વડોદરાનુ લઘુતમ તાપમાન 14 ડિગ્રી, રાજકોટનુ લઘુતમ તાપમાન 11.3 ડિગ્રી, ભુજનુ લઘુતમ તાપમાન 10 ડિગ્રી, સુરેન્દ્રનગરનુ લઘુતમ તાપમાન 12.3 ડિગ્રી, અમરેલીનુ તાપમાન 14.6 ડિગ્રી, ગાંધીનગરનુ લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોંધાયુ છે. તો બે દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધશે અને 4 ફેબ્રુઆરીથી ફરી ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here