ડિસેમ્બરમાં હવામાનનો ટ્રેન્ડ બદલાયો : ઉત્તર ભારતમાં ઠંડી ઓછી થઈ, એક સપ્તાહ સુધી કોલ્ડવેવના અણસાર નથી

0
6

ઉત્તર ભારતમાં નવેમ્બરે શરૂ થયેલી ઠંડીમાં ડિસેમ્બરના પહેલા દિવસમાં ઘટાડો થયો છે. મંગળવારે ઘણી જગ્યાએ દિવસના તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ આગામી 24 કલાકમાં બરફવર્ષા નહીં થાય તેવી વાત કહી છે. તો આ તરફ રાજસ્થાનના ઘણા શહેરોમાં તાપમાન 4 ડિગ્રી સુધી વધી ગયું હતું. અહીંયા 7 શહેરોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું હતું.

હવામાન વિભાગ પાસેથી મંગળવારે મળેલી માહિતી પ્રમાણે, પશ્વિમ વિક્ષોભના સક્રિય થવાના કારણે ઠંડી ઘટી ગઈ છે. જો કે, આગામી 48 કલાકમાં રાત પછી તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

પહાડી વિસ્તારોમાં રાહત

નવેમ્બરમાં ભારે બરફવર્ષા પછી ડિસેમ્બરની શરૂઆત સાથે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચાણ વાળા વિસ્તારમાં તાપમાનમાં થોડોક વધારો થયો. હિમાચલ પ્રદેશમાં આગામી એક સપ્તાહ સુધી બરફવર્ષા ન હોવાનું અનુમાન છે. રાજધાની શિમલામાં મંગળવારે તાપમાન 10 ડિગ્રીની આસપાસ બની રહ્યું છે.

હિમાચલ પ્રદેશણાં બરફવર્ષા હાલ અટકી ગઈ છે. આગામી એક સપ્તાહ સુધી હવામાનમાં ફેરફારના અણસાર નથી.
(હિમાચલ પ્રદેશણાં બરફવર્ષા હાલ અટકી ગઈ છે. આગામી એક સપ્તાહ સુધી હવામાનમાં ફેરફારના અણસાર નથી.)

 

દિલ્હીમાં પ્રદુષણ યથાવત

રાજધાની દિલ્હીમાં ઠંડી ભલે ઓછી હોય, પણ પ્રદુષણથી છૂટકારો નથી મળ્યો. દિલ્હીમાં મંગળવારે દિવસનું તાપમાન 30 ડિગ્રીથી નીચે, જ્યારે રાતનો પારો 10 ડિગ્રીથી નીચે રહ્યો હતો. દિલ્હીમાં એર ક્વોલિટી ખરાબથી એકદમ ખરાબ વચ્ચે રહી હતી. હવામાન વિભાગે હાલ અહીંયા હવામાનમાં કોઈ પણ મોટા ફેરફાર ન થવાની વાત કહી છે.

દિલ્હીમાં મંગળવાર સાંજનો નજારો, રાજધાનીમાં પ્રદુષણની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો નથી
(દિલ્હીમાં મંગળવાર સાંજનો નજારો, રાજધાનીમાં પ્રદુષણની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો નથી)

 

રાજસ્થાનમાં પણ તાપમાન વધ્યું

રાજસ્થાનના લગભગ તમામ શહેરોમાં સામાન્ય તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધ્યું છે. મંગળવારે સૌથી વધુ 34.6 ડિગ્રી પારો બાડમેરમાં નોંધાયો હતો. હિલ સ્ટેશન માઉન્ટ આબુ સૌથી ઠંડું રહ્યું. અહીંયા રાતનો પારો 4.4 ડિગ્રી રહ્યો. રાજધાની જયપુરમાં મહત્તમ તાપમાન 29.5 અને સામાન્ય 12.5 ડિગ્રી રહ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here