સુરત : 250થી વધુ ધન્વંતરી રથના પૈડા થંભ્યા, ભાડું ન ચૂકવાતા વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા

0
0

શહેર જિલ્લામાં દરરોજ 250થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે શહેર જિલ્લામાં 250થી વધુ ધન્વંતરી રથના કોરોના ટેસ્ટિંગ માટે વાહનો ફરી રહ્યા છે. જોકે, આ વાહનોનું ભાડું ન મળતા ચાલકો હડતાળ પર ઉતરી આવ્યા છે.

મહિલા કોન્ટ્રાકટર આંખ આડા કાન કરી રહ્યા હોવાનું પીડિત વાહન ચાલકોનો આક્ષેપ

સુરતમાં કોરોના મહામારી બાદ અલગ અલગ વિસ્તારોમાં કોરોનાની તપાસ માટે શરૂ કરાયેલા ધન્વંતરી રથનું ભાડું ન ચૂકવાતા વાહન માલિકો હડતાળ પર ઉતરી ગયા છે. છેલ્લા 53 દિવસથી ઉધાર રૂપિયા લાવી CNG ભરાવી ગાડી ચલાવતા હોવાનું જાણતા હોવા છતાં મહિલા કોન્ટ્રાકટર આંખ આડા કાન કરી રહ્યા હોવાનું પીડિત વાહન ચાલકોએ જણાવ્યું છે. સુરતમાં લગભગ 250થી વધુ ધન્વંતરી રથ પૈડાના પૈડાં થંભી જતા ભારે હાલાકીના અણસાર દેખાય રહ્યા છે.

રોજના 100-150 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરી રહ્યા છે

માજીદ ખાન (પીડિત વાહન ચાલક) એ જણાવ્યું હતું કે જુલાઈ મહિનાથી અમારી ગાડી ધન્વંતરી રથ તરીકે કોન્ટ્રાક્ટમાં ચલાવી રહ્યા છે. રોજના 100-150 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. સુરતના તમામ વિસ્તારોમાં આ રથ કામ કરી રહ્યો છે. 250 જેટલા રથ ચાલકોને દર મહિને 17000 હજાર આપવાની વાત કરાઈ હતી. જોકે બે મહિનાથી એક પણ રૂપિયો અપાયો નથી. ત્રણથી ચાર વાર રજૂઆત કરી ચૂક્યા છે પણ કોઈ ધ્યાન અપાયું નથી.

ઉધારી માથે ચઢી જતા હડતાળ કરવા મજૂબર બન્યા

વધુમાં જણાવ્યું હતું કે, આખરે ઉધારી માથે ચઢી જતા આ નિર્ણય લેવા મજબૂર બન્યા છે. હવે આગળ ચાલી શકાય એમ નથી એટલે હડતાળ પર જવાનો રસ્તો અપનાવ્યો છે. આ બાબત ની જાણ થયા બાદ મહિલા કોન્ટ્રાકટર કહે છે થોભો પોલીસ બોલાવી છે એનો મતલભ એ થયો કે હવે અમને પોલીસનો ડર બતાવી કામ કરાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here