સમગ્ર ગુજરાત પાણીથી ત્રસ્ત છે અને રૂપાણી રશિયામાં મસ્ત : શક્તિસિંહ ગોહિલ

0
31

ગાંધીનગર : ગુજરાતમાં અતિવૃષ્ટિની અસર નીચે અનેક નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ અતિશય દુઃખદ છે. આ કમનસીબ ઘટનાઓ તંત્ર દ્વારા થોડીજ સાવચેતી રખાઈ હોત તો નિવારી શકાય તેમ હતી. સમગ્ર ગુજરાત અતિશય મુશ્કેલીમાં છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ રશિયા ખાતે પોતે ફરવા જવાને બદલે પોતાના પ્રતિનિધિ તરીકે કોઈ એક મંત્રીશ્રીને મોકલવા જોઈતા હતા.બોપલ ખાતેની પાણીની ટાંકી જર્જરીત છે અને જોખમી છે તેવી વારંવાર રજુઆતો છતાં તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી અને પરિણામે ગરીબ પરિવારના લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

તંત્રના જવાબદાર અધિકારીઓ અને પધાધિકારીઓ સામેંI.P.C ની કલમ ૩૦૪(Part-2) મુજબ તાત્કાલિકFIR દાખલ કરવામાં આવે અને પરિવારજનોને પુરતી સહાય આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસ પાર્ટીએ કરી છે. ગુજરાતમાં અનેક ખેડૂતોના ખેતરોનું ધોવાણ થઇ ગયું છે. ઓખા મઢી ખાતે ત્રણ માછીમારોનાં આજે મૃત દેહ મળ્યા છે.
પોરબંદર અને અન્ય જગ્યાએથી અનેક માછીમાર લોકો લાપતા છે. સુરેન્દ્રનગરના વાવડી-માલવણ ખાતે તણાયેલા લોકોના સાત મૃતદેહ મળેલા છે. સરકારની ત્વરિત તકેદારીથી આ નુકશાન રોકી શકાયું હોત. ગરીબ માછીમારોને હવામાન ખાતાની માહિતી હોવા છતાં જાણ નહિ કરીને ગુનાહિત બેદરકારી કરી છે. શહેરોમાં વેપારીઓ અને નાના ઉદ્યોગકારોને વરસાદી
પાણીથી ભયંકર નુકસાન થયું છે. ભાવનગરના ભાલ વિસ્તારમાં
પર્યાવરણનાં નિયમોથી વિરુધ્ધ અને જેમાં ભ્રષ્ટાચારની ગંધ આવે તે રીતે મીઠાના અગરો માટે સરકારે જમીન આપી હોવાથી ભાલના ગામડાઓની હાલત પાણીનો નિકાલ નહિ થવાથી દયાજનક બની છે. ભાવનગર અમદાવાદનો રસ્તો પણ ડૂબ્યો છે. કચ્છમાં પણ
અતિવૃષ્ટિથી પારાવાર તારાજી થઇ છે. હીરા ઉદ્યોગમાં અતિશય મંદી ચાલે છે અને તેના સ્થાનિક કારણોને નિવારવાના બદલે રશિયાના પ્રવાસથી કોઈ ફાયદો થવાનો નથી.કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે ગુજરાતમાં અતિવૃષ્ટિથી પ્રભાવિત લોકોને તાત્કાલિક પુરતી સહાય આપવામાં આવે અને તેને સંપૂર્ણ પુનઃ વસન થાય તેની સરકાર કાળજી લે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here