ધારી ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાના પત્નીએ શંખનાદ કર્યો, બપોરે 12:39એ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે, તિલક કરી ઘરેથી રવાના થયા

0
0

અમરેલી જિલ્લાની ધારી બેઠક પર ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા આજે ઉમેદવારી નોંધાવશે. જે.વી.કાકડીયા આજે બપોરે 12:39એ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે. જે.વી.કાકડીયાએ સવારે પરિવાર સાથે પૂજા કરી હતી. જે.વી.કાકડીયાના ધર્મપત્ની કોકિલાબેને શંખનાદ કર્યો હતો. ત્યાર બાદ દિકરી અને પુત્રવધૂએ તિલક કર્યા બાદ ઘરેથી રવાના થયા હતા. જે.વી કાકડીયાએ લોકોના કામ કરવા માટે જીતની કામના કરી છે.

. જે.વી કાકડીયાએ લોકોના કામ કરવા માટે જીતની કામના કરી
(જે.વી કાકડીયાએ લોકોના કામ કરવા માટે જીતની કામના કરી)

 

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં ધારી બેઠક પર કાકડિયા V/S કોટડિયા

ભાજપે ધારી બેઠકની પેટા ચૂંટણીમાં જે.વી.કાકડીયાને ટીકીટ આપ્યા બાદ કોંગ્રેસ તેની સામે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ.મનુભાઇ કોટડીયાના પુત્ર સુરેશ કોટડીયાને ટીકીટ આપી છે. પરેશ ધાનાણી મનુભાઇ કોટડીયાની આંગળી પકડી રાજનિતીમાં આવ્યા હતા અને સુરેશ કોટડીયાને ટીકીટ અપાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે ધારી બેઠક પર ભાજપમાંથી જે.વી.કાકડીયા અને કોંગ્રેસમાંથી સુરેશ કોટડીયા સામે ખરાખરીનો જંગ જામ્યો છે.

ચૂંટણી પંચ દ્વારા પાલિકા-પંચાયતની ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો

કોરોનાની મહામારી વચ્ચે પેટા ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ચૂંટણી પંચે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઇ પાલિકા અને પંચાયતની ચૂંટણી હાલ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. અમરેલી જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થવામાં છે. આ ઉપરાંત અમરેલી, સાવરકુંડલા અને બગસરા નગરપાલિકાની મુદત પણ પૂર્ણ થઇ રહી છે. સાથે સાથે જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયતના શાસકોએ 5 વર્ષ પૂર્ણ કરી લીધા છે. જેને પગલે નવેમ્બર માસમાં તેની ચૂંટણીઓ યોજાવાની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here