મધ્ય પ્રદેશના શાજાપુર જિલ્લામાંથી એક સનસનીખેજ હત્યાકાંડનો પર્દાફાશ પોલીસે ફક્ત 24 કલાકમાં કરી નાખ્યો છે. પ્રેમ પ્રસંગના કારણે મૃતકની પત્નીએ પોતાના પ્રેમી અને તેના સાથી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી. મોહન બડોદિયા વિસ્તારમાં ફરદખેડી ગામને અડીને આવેલા જંગલમાં બનેલા મકાનમાં રામકૃષ્ણ નગર સારસી રહેવાસી 38 વર્ષીય મુકેશ માલવીયની લોહીથી લથબથ લાશ મળી હતી.
આ ઘટનાની જાણ થતાં જ મોહન બડોદિયા પોલીસ ચોકીના પ્રભારી ઈન્ચાર્જ પી.કે. વ્યાસ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા. આવીને જોયું તો પલંગ પર લોહીથી લથબથ મુકેશની લાશ પડી હતી. ગળા પર ચીરા હતા. ઘટના દરમ્યાન બાજુના રૂમમાં મૃતકની પત્ની અને તેના પરિવારના લોકો સૂઈ રહ્યા હતા.
ઘટના બાદ પોલીસ સામે પત્નીએ ખોટી કહાની બનાવી ગુમરાહ કરવાની કોશિશ પણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી અમુક પુરાવા મેળવ્યા, જેનાથી પોલીસને હત્યારા સુધી પહોંચવાની કડી મળી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર, એક કપાયેલા ગળાની ઘટનાનો ખુલાસો થયો છે. હકીકતમાં જોઈએ તો, પ્રેમી સાથે સુનિલની આંગળીનો એક ભાગ ચાકુના હુમલા દરમ્યાન કપાઈને પડી ગઈ હતી. પોલીસને ઘટનાસ્થળેથી કપાયેલી આંગળી મળી હતી. જ્યારે પોલીસે સાયબર સેલની મદદથી તપાસ કરી તો આરોપી સુનિલ મળ્યો, જેની આંગળીમાં ઈજાના નિશાન જોતા પોલીસને કહાની સમજવામાં વાર લાગી નહીં.
જે કહાની નીકળીને સામે આવી તે અનુસાર, રાહુલને મમતા સાથે લફરું હતું. બંને મુકેશને રસ્તામાંથી હટાવા માગતા હતા. તેના માટે 11-12 ફેબ્રુઆરીની રાત્રે ત્રણેયે પ્લાન બનાવ્યો. મમતાએ મકાનનો દરવાજો ખુલ્લો રાખી રાહુલ અને સુનિલને અંદર બોલાવી લીધા. મુકેશની હત્યા કરી નાખી. એસપી યશપાલ સિંહ રાજપૂતે જણાવ્યું કે રામકૃષ્ણ નગર સારસી નિવાસી 38 વર્ષીય મુકેશ માલવીયની હત્યા તેની પત્ની મમતા, તેના પ્રેમી રાહુલ માલવીય (27) અને રાહુલના દોસ્ત સુનિલ માલવીય (21)એ મળીને હત્યા કરી છે.
આ હત્યાનો કોયડો ઉકેલવા માટે કપાયેલી આંગળી, દરવાજાની કુંડી પર લાગેલા લોહીના નિશાન અને મોબાઈલ લોકેશન મહત્વના પુરાવા સાબિત થયા. પોલીસે 13 ફેબ્રુઆરીની રાત્રે ત્રણેયની ધરપકડ કરી લીધી. પૂછપરછ દરમ્યાન આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે.