બીગ બોસ ૧૪ ની ટીઆરપી વધારવા ઘરમાં જશે બીગ બોસ ૧૩ ના વિજેતા

0
0

બીગ બોસ ની ૧૩ મી સીઝન શાનદાર હીટ થયા બાદ મેકર્સ સામે બીગ બોસ ૨૦૨૦ ને લઈને પડકારો વધી ગયા છે. સીઝન ૧૩ ને બમ્પર ટીઆરપી મળવાનું સૌથી મોટું કારણ સિદ્ધાર્થ શુક્લા પણ હતા. એટલા માટે મેકર્સ સિદ્ધાર્થ શુક્લાને લકી ચાર્મ માનતા એક વખત ફરીથી તેમને બીગ બોસ હાઉસમાં મોકલવા માંગે છે.

બીગ બોસ ફૈનક્લબ પર સમાચાર છે કે, ચેનલે સિદ્ધાર્થ શુક્લાને સ્પેશલ ગેસ્ટ તરીકે બે અઠવાડિયા માટે રિયાલીટી શોમાં જવાની ઓફર આપી છે. સુત્રો મુજબ ચેનલ ઈચ્છે છે કે, શોમાં સિદ્ધાર્થ શુક્લા બે અઠવાડિયા માટે આવે. જેથી શો જબરદસ્ત બની શકે. આમ તો સિદ્ધાર્થની જબરદસ્ત ફૈન ફોલોઈંગ છે. એટલા માટે મેકર્સ સિદ્ધાર્થની લોકપ્રિયતાને સીઝન ૧૪ માં એક વખત ફરી ઉતારવા માંગે છે.

તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ શુક્લા બીગ બોસ ૧૩ ના વિનર રહ્યા હતા. શોની શરૂઆતથી જ સિદ્ધાર્થ શુક્લાએ રંગ જમાવી દીધો હતો. સિદ્ધાર્થ શુક્લાએ પોતાની ગેમથી ચાહકોને સંપૂર્ણ સીઝનમાં મનોરંજન પૂરું પાડ્યું હતું. તેમની મિત્રતા હોય અથવા દુશ્મની દરેક એંગલ મનોરંજનના આધારે સુપરહીટ રહ્યું હતું. સિદ્ધાર્થ શુક્લાની શહેનાઝ ગીલ સાથેની કેમેસ્ટ્રી પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આસિમ રીયાઝ સાથે મિત્રતા અને દુશ્મનીના કારણે બંને ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા.

જો સિદ્ધાર્થ શુક્લા બીગ બોસ ૧૪ માં જોવા મળે છે તો આ ચાહકો માટે મોટી ટ્રીટ હશે. ચાહકો અભિનેતાને ફરીથી શોમાં જોવા માટે એક્સાઈટેડ થઈ જશે. હવે જોવાનું એ રહેશે કે, આ સમાચારમાં કેટલી હક્કિત સામે આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here