વલસાડ : માજી જી.આર.ડી જવાન વિરૂદ્ધ દુષ્કર્મ કર્યાની અરજી : મહિલાએ કરી આઇ.જી ને ફરિયાદ. 

0
18
વલસાડના વિવાદાસ્પદ માજી  જીઆરડી જવાન વિરૂદ્ધ દુષ્કર્મ કર્યાની અરજી રૂરલ પોલીસના માજી જીઆરડી જવાન લક્ષ્મીશંકર યાદવ ઉર્ફે એલપીએ એક પુત્રની માતાને 8 વર્ષ સાથે રાખ્યા બાદ છોડી દેતાં મહિલાની આઇજીને ફરિયાદ
મહિલા એ આઈજી રાજકુમાર પાંડિયનને અરજી કરતા મહિલા ને આશા તેમને ન્યાય મળશે !!
વલસાડ રૂરલ પોલીસ મથકે ફરજ બજાવી ચૂકેલા અને અનેક વિવાદોમાં સપડાયેલા જીઆરડી જવાન લક્ષ્મીશંકર યાદવ ઉર્ફે એલપી વિરૂદ્ધ એક મહિલાએ બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. આ મામલે રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ ન થતાં મહિલા ન્યાય માટે આઇજીના દ્વારા પહોંચી છે.
વલસાડ નજીકના એક ગામમાં રહેતી અને 1 પુત્રની માતાએ એલપી વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ કરી છે. તેણે જણાવ્યું કે, તેનો આગલો પતિ તેને ત્રાસ આપતો હોય તે પતિની ફરિયાદ માટે રૂરલ પોલીસ મથકે આવી હતી. ત્યારે એલપી સાથે તેની ઓળખાણ થઇ હતી. ત્યારબાદ બંને વચ્ચે સંબંધો બંધાયા હતા. તે એલપીની વાતમાં આવી ગઇ અને એલપી સાથે પોતે રહેતી એ જ એપાર્ટમેન્ટના ઉપરના ફ્લેટમાં રહેવા લાગી હતી. ત્યારબાદ એલપીના કહેવાથી તેણે પોતાના પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. અને એલપી જ તેનું ભરણ પોષણ કરતો હતો. જોકે, એલપીએ તેની સાથે લગ્ન કર્યા ન હતા. લગ્ન બાબતે તેને અનેક વખત કહેવા છતાં તેણે લગ્ન કર્યા ન હતા અને માત્ર શરીર સુખ ભોગવ્યા કરતો હતો. હાલ એલપીએ તેને લગ્નની ના પાડી દેતાં તેણીએ આ મામલે પહેલાં રૂરલ પોલીસ મથકે અને પછી વલસાડ એસપી અને સુરત રેન્જ આઇજીને ફરિયાદ કરી છે. આ ફરિયાદના પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. જ્યારે વધુ તપાસ પોલીસ કરી રહી છે.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here