Monday, October 25, 2021
Homeમહિલાએ ફ્રેન્ડ રીક્વેસ્ટ ન સ્વીકારતા યુવાને ફેક આઈડી બનાવી મહિલાને કરી બદનામ
Array

મહિલાએ ફ્રેન્ડ રીક્વેસ્ટ ન સ્વીકારતા યુવાને ફેક આઈડી બનાવી મહિલાને કરી બદનામ

જો તમે ફેસબુકમાં તમારા અલગ-અગલ પ્રકારના ફોટાઓ અપલોડ કરતા હો, તો સાવધાન થઈ જજો. કારણ કે, ફેસબુક પર મુકેલા ફોટા ક્યારેક તમને બદનામ કરવા માટે પણ ઉપયોગમાં આવી શકે છે. સુરતમાં એક મહિલાએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના નામ અને ફોટાનો ઉપયોગ કરીને કોઈ અજાણ્યો ઈન્સ્ટાગ્રામમાં અકાઉન્ટ બનાવીને તેને બદનામ કરી રહ્યો છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી ત્યારે ખુલાસો થયો કે, મહિલાએ ફેસબુક પર એક ઇસમની રીક્વેસ્ટ ન સ્વીકારતા તેને બદનામ કરવા માટે તેણે આ રસ્તો અપનાવ્યો હતો.

એક રીપોર્ટ અનુસાર, અફઝલ જુબેર નામના એક ઇસમે સુરતની એક મહિલાના નામનું ઈન્સ્ટાગ્રામમાં ફેક ID બનાવ્યું હતું. મહિલાના ફોટા તેણે ફેસબુક પરથી ડાઉનલોડ કરીને ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યા હતા અને મહિલાના ઓળખીતા કેટલાક લોકોને રીક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ અફઝલ મહિલાના ફેક અકાઉન્ટ પરથી લોકો સાથે બિભત્સ વાતો કરતો હતો. ત્યારે કેટલાક લોકોએ મહિલાને આ બાબતે જાણ કરી હતી. તેથી મહિલાએ આ વાતની ખરાઈ કરવા માટે ઈન્સ્ટાગ્રામમાં પોતાનું નામ સર્ચ કરીને ચેક કરતા, તેના નામનું અકાઉન્ટ અને કેટલાક ફોટાઓ મળી આવ્યા હતા.

ત્યારબાદ સમગ્ર મામલે મહિલાએ સુરત ક્રાઈમ બ્રાંચમાં અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે ફેક અકાઉન્ટ ટ્રેસ કરી તમામ માહિતી મેળવીને ઉન ગામમાં રહેતા અફઝલ જુબેરની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતાં આરોપીએ જણાવ્યું હતું કે, તેણે 2016માં મહિલાને ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. મહિલાએ રીક્વેસ્ટ ન સ્વીકારતા તેને ગુસ્સો આવ્યો હતો અને તેણે મહિલાને બદનામ કરવાનો કારસો રચ્યો હતો. ત્યારબાદ તેણે મહિલાના નામનું ઈન્સ્ટાગ્રામમાં એક ફેક ID બનાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments