બનાસકાંઠા : યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકી કરી આત્મહત્યા, કારણ અકબંધ

0
0

બનાસકાંઠા : બનાસકાંઠાનાં દિયોદર રેલવે ફાટક પાસે લુદ્રા ગામની એક આશાસ્પદ યુવતીએ ટ્રેન નીચે પડતુ મુકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. હાલ આત્મહત્યા પાછળનું કોઇ કારણ સામે આવ્યું નથી. પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના દિયોદર રેલવે ફાટક પાસે એક યુવતીએ ટ્રેન નીચે પડતું મુક્યું છે. તેની ઘટના સ્થળે જ મોત નીપજી છે. આ ખબર વાયુવેગે પંથકમાં ફેલાતા લોકોનાં ટોળે ટોળા આ જોવા આવ્યાં હતાં.

હાલ આ યુવતી પાસેથી કોઇ સુસાઇડ નોટ મળી નથી. જેના કારણે પોલીસ યુવતીનાં પરિવાર અને મિત્રોની પૂછપરછ પ્રક્રિયા હાથ ધરી છે. યુવતીએ લીધેલા અંતિમ પગલું કેમ ભર્યું તે સામે આવ્યું નથી.

આ યુવતીનો મૃતદેહ પોલીસે કબજો કરીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. દિયોદર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here