અમદાવાદ : મુશ્કેલીઓનો સામનો કરીને છેલ્લા 10 વર્ષથી પેટ્રોલ પંપનું સંચાલન કરે છે આ મહિલા

0
67

( રિપોર્ટર : રવિકુમાર કાયસ્થ)

અમદાવાદ : રેખા સલુજા એક એવું વ્યક્તિત્વ છે, જે નારીશક્તિની એક મિશાલ પુરી પાડે છે. શહેરનાં બાવળા બગોદરા હાઈવે પર કેરાલા ગામ પાસે છેલ્લા 10 વર્ષથી સફળતાપુર્વક પેટ્રોલપંપનુ સંચાલન કરી રહ્યા છે. મહત્વનું છે કે, પુરષનાં ઈજારાવાળા આ વ્યવસાયમાં રેખા સલુજાએ પણ વિશેષ કામગીરી કરી છે.

કહેવાય છે ને કે, મન હોય તો માળવે જવાય, રેખાબેન ગ્રેજ્યુએટ થયા ત્યારથી તેઓ વિવિધ ક્ષેત્રોમાં જોડાયા અને જોબની શરુઆત કરી પરંતુ રેખાબહેનનું મનતો વ્યવ્સાય ઝંખતુ હતુ. તેમને વ્યવસાય કરવો હતો. ત્યારે તેમણે આઈઓસીની એક પેપરમા આવેલી જાહેરાત વાંચી અને મહિલા કેટેગરીમાં મળતા પેટ્રોલ પંપ લઈ લીધો. તેમની દીકરી એક વર્ષની હતી ત્યારે પેટ્રોલ પંપની શરુઆત થઈ તેને અને પરિવારને સાચવવાની સાથે સાથે છેલ્લા દસ વર્ષથી તેઓ સફળતાપૂર્વક પેટ્રોલપંપનુ સંચાલન કરતા નજરે પડે છે.

રેખા સલુજા જણાવે છે કે, નાનપણથી જ બિઝનેસ કરવાનો શોખ હતો અને પેટ્રોલ પંપ ખોલવાની તક મળી. આમાં અનેક મુશ્કેલીઓ પણ આવી તે છતાં અડગ રહી અને આજે વટભેર પેટ્રોલ પંપ ચલાવી રહી છું. તેઓ વધુમાં કહે છે કે, ચોક્કસથી આ પુરુષોનાં ઈજારાવાળો બિઝનેસ રહ્યો છે. પરંતુ એકવાર મનમાં નક્કી કર્યા બાદ અનેક તકલીફો મારી સામે આવી પેટ્રોલપંપ સંચાલનમાં પણ સમસ્યાઓ આવી એક વાર રાત્રે લુટાંરુ ટોળકી પણ પેટ્રોલપંપ પર આવી પહોચી હતી પરંતુ તમામનો સામનો કર્યો હતો. મે મારો સ્વતંત્ર વ્યવ્સાય કરી સફળતાનાં સોપાનો સર કર્યા છે. તેઓ મહિલાઓને કહે છે કે, તમારો ગોલ નક્કી કરો અને કામની શરુઆત કરો. તેને વળગી રહો કામયાબી ચોક્કસ તમારા કદમ ચુમશે.

સ્થાનિક ગ્રાહકો કહે છે કે, રેખા બહેને 10 વર્ષ પહેલા જ્યારે અહી પેટ્રોલપંપ શરુ કર્યો ત્યારે અમને નવાઈ લાગતી કે, એક મહિલાએ પેટ્રોલપંપ શરુ કર્યો છે. તેમને સફળતાપુર્વક આ વ્યવ્સાયને અપનાવ્યો જ નહી પણ ચલાવી બતાવ્યો છે. અહી આવતા તમામ ગ્રાહતો તેમના સાહસને બિરદાવે છે.

રેખા સલુજાનો હર્યોભર્યો પરિવાર છે. તેઓ રોજ સવારે ઉઠી પરિવાર પ્રત્યેની પોતાની ફરજ પૂરી કરે છે અને પારિવારિક ફરજ નિભાવી પેટ્રોલ પંપ પર પહોંચી જાય છે. આજ રીતે સફળતાથી પેટ્રોલપંપનુ છેલ્લા 10 વર્ષથી સંચાલના કરી રહ્યા છે. સાહસિક મહિલાઓ માટે ઉત્તમ ઉદારહણ પુરુ પાડતી આ સાહસી મહિલાને લાખ લાખ સલામ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here