સુરત : લેસના કારખાનેદાર અને તેના મિત્રને ફસાવી મહિલાએ બોગસ પોલીસ સાથે મળી 2 લાખ પડાવ્યા

0
12

પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે મહિલાઓએ બે લેસના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવ્યાં હતાં. બાદમાં એક એપાર્ટમેન્ટમાં બન્ને મહિલાઓ સાથે કારખાનેદાર અર્ધનગ્ન અવસ્થામાં હોય તે દરમિયાન બે યુવકો પુણા પોલીસમાં હોવાનું કહીને ફોટા પાડી લઈને કેસ કરવાની ધમકી આપે છે. આ દરમિયાન તેમની પાસે હતા એ રૂપિયા લઈ લેવામાં આવે છે અને બાકીના રૂપિયા પછીથી એમ છ લાખ રૂપિયાનું નક્કી કરી 2 લાખ રૂપિયા આપવામાં આવ્યાં હોય છે. પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

હજાર રૂપિયાનો ભાવ નક્કી કરાયો હતો
આંજણા ફાર્મમાં સાડી પર લેસપટ્ટી લગાવવાનું કારખાનું ચલાવતા ધીરૂ વેલજી બેલડીયા અને તેનો મિત્ર સુરેશ પટેલ હનીટ્રેપનો ભોગ બન્યા છે. કારખાનેદારને રસ્તામાં મળેલી રેખા નામની મહિલા પાસે વતનથી આવેલા મિત્ર સુરેશને શરીરસુખ માણવાની ઇચ્છા પૂરી કરવા પુણાગામના અર્પણ એપાર્ટમેન્ટમાં લઇ ગયો હતો. જયાં અર્ધનગ્ન અવસ્થામાં બે મહિલા સાથે રેખાએ પરિચય કરાવ્યો હતો અને 1,000 રૂપિયાનો ભાવ શરીરસુખ માણવા માટે નક્કી કર્યો હતો.

ચાર યુવકોએ પુણા પોલીસમાંથી હોવાની ઓળખ આપેલી
આ વાતચીત ચાલી રહી હતી તે દરમ્યાન ચાર યુવાનો ઘસી આવ્યા હતા. જે પૈકી એક યુવાને પોતાની ઓળખ પુણા પોલીસ સ્ટેશનના અમીત નામના કોન્સ્ટેબલ તરીકે આપી પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. પરંતુ રેખાએ કેસ નહીં કરવા અને ત્યાં જ પતાવટની વાત કરતા અમીતે 6 લાખની માંગણી કરી હતી. ધીરૂ અને સુરેશે 6 લાખ નહીં પરંતુ 2 લાખ આપવાનું નક્કી કર્યુ હતું. કોન્સ્ટેબલ તરીકે ખોટી ઓળખ આપનાર અમીતે જયાં સુધી 2 લાખ નહીં આપે ત્યાં સુધી સુરેશને હાથકડી પહેરાવી માર મારવાની ધમકી આપી હતી.જેથી ડરેલી ધીરૂએ મિત્ર પાસેથી ઉછીના 2 લાખ લઇ અમીતને આપ્યા હતા.

હનીટ્રેપની શંકા જતા પોલીસ ફરિયાદ કરી
અમીત સુરેશને ઉતારી કાર પુર ઝડપે હંકારી ભાગી ગયો હતો પરંતુ કારનો રજીસ્ટ્રેશન નંબર જીજે-15 એડી-9517 હોવાથી શંકા ગઇ હતી અને આ અંગે પોલીસને જાણ કરતા રેખા અને અમીતે ભેગા મળી હનીટ્રેપ કર્યાની શંકા જતા ધીરૂએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હનીટ્રેપ કેસના બે આરોપી વિજય મહેરભઆઇ લુણી(રહે. મધુવન સોસાયટી, કાપોદ્રા) અને અમીત મનસુખ ઠક્કર (રહે. શિવરંજની એપાર્ટમેન્ટ, પુણાગામ)ની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here