રાજકોટ : મહિલા રહેણાંક મકાનમાં કૂટણખાનું ચલાવતી હતી, પોલીસે રેડ પાડી સંચાલિકા અને ચાર ગ્રાહકોની ધરપકડ કરી

0
52

રાજકોટ: મોરબી રોડ, જલારામ સોસાયટી-5માં રહેતી દયા મહેશ ચૌહાણ નામની મહિલા તેના રહેણાંક મકાનમાં કૂટણખાનું ચલાવતી હોવાની એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઇ એમ.એસ.અંસારી સહિતના સ્ટાફે માહિતી મુજબના સ્થળે દરોડો પાડતા કૂટણખાનામાં દોડધામ થઇ ગઇ હતી. પોલીસે મહિલા સંચાલિકા દયા ચૌહાણ ઉપરાંત દેહવ્યાપાર કરતી પાંચ મહિલા અને ગ્રાહકો હેમાંગ પ્રફુલ્લભાઇ વાછાણી, રવિ મુકેશભાઇ ચાવડિયા, મોહિત દિલીપભાઇ ડોડિયા, હિતેશ પરસોત્તમભાઇ માખેચાને ઝડપી લીધા હતા.

મોટી સંખ્યામાં દવાઓ, કોન્ડોમ મળ્યા

પકડાયેલી કૂટણખાનાની સંચાલિકા અને ગ્રાહક ચારેય યુવાન સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી બી ડિવીઝન પોલીસ મથક હવાલે કર્યા હતા. કૂટણખાનામાંથી મોટી સંખ્યામાં દવાઓ, કોન્ડોમ વગેરે પોલીસે કબ્જે કર્યા છે. દયા ચૌહાણ કૂટણખાનું ચલાવતી હતી. તે બંગાળી મહિલાઓને બોલાવી દેહવ્યાપાર કરાવતી હતી. અહીં મજા કરવા આવતા લોકો પાસેથી દયા રૂ. બે હજાર વસૂલતી હતી. જેમાંથી તે એક હજાર રાખતી અને બીજા એક હજાર મહિલાને આપતી હોવાનું દયા ચૌહાણે પૂછપરછમાં પોલીસને જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here