વડોદરા : જ્વેલર્સની દુકાનમાં મહિલાએ 1.20 લાખની કિંમતના સોનાના સેટની ચોરી કરી, CCTVમાં કેદ

0
0

શહેરના એમ.જી.રોડ પર આવેલ જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ સોનાના સેટની ખરીદીના બહાને વેપારીની નજર ચૂકવી 1.20 લાખની કિંમતનો સોનાનો હારની ચોરી કરી રફુચક્કર થઇ ગઇ હતી. વાડી પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

સોનાનો સેટ ઓછો જણાતા ચોરી થયાની જાણ થઈ

આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના હરણી રોડ પર આવેલ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ સોની માંડવી એમ.જી.રોડ પર શ્રી હરિ જવેલર્સ નામની સોના ચાંદીની દુકાન ધરાવે છે. ગઇકાલે તેઓ દુકાનમાં હાજર હતા તે દરમિયાન બપોરના સુમારે એક અજાણી મહિલા આવી પહોંચી હતી અને મહિલાએ અઢીથી ત્રણ તોલાનો સોનાનો સેટ ખરીદવાની વાત કરતા અલગ અલગ ડિઝાઇનવાળા સોનાના સેટ બતાવ્યા હતા. જે પૈકી એક સોનાનો સેટ પસંદ કરી યુવતીએ જણાવ્યું હતું કે, મારા પતિ સામે ઉભા છે. હું તેમને બોલાવીને એક મિનિટમાં આવું છું. ત્યારબાદ તે પરત ન આવતા જતા તપાસ કરી હતી. દરમિયાન એક સોનાનો સેટ ઓછો જણાય આવ્યો હતો.

સોનાનો સેટ સાડીમાં છુપાવી દીધો હતો

સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા સામે આવ્યું હતું કે, મહિલાએ નજર ચૂકવી 29 ગ્રામનો 1.20 લાખની કિંમત ધરાવતો એક સોનાનો સેટ પોતાની સાડીમાં છુપાવી દીધો હતો. વાડી પોલીસે ફરિયાદના આધારે અજાણી મહિલા વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here