મહેસાણા : મહિલા પર સગા નણંદોઇએ ઘરમાં પૂરીને દુષ્કર્મ આચર્યું, મહિલાએ અભયમની મદદ માગી

0
0

પતિ સાથે ઝઘડો થતાં 4 વર્ષના પુત્રને લઇને ઘરેથી નીકળી ગયેલી મહિલાએ પિયર જવા નણંદોઇની મદદ માંગતા 3 દિવસ સુધી અમદાવાદ ઘરમાં પૂરી રાખી તેના પર દુષ્કર્મ આચર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા સિવિલમાં શુક્રવારે દાખલ થયેલી મહિલાની 181 અભયમની મદદમાં કાઉન્સીલર રસીલાબેન અને ASI રમીલાબેને મહિલાને મળી ઘટના સંબંધે વિગતો મેળવી હતી.

પિયરિયાંની મદદથી મહેસાણા સિવિલમાં પહોંચી

તેણીએ કરેલા આક્ષેપ મુજબ, ખેરાલુના ગામની મહિલાના લગ્ન 6 વર્ષ અગાઉ અમદાવાદના યુવાન સાથે થયા હતા. ગત મંગળવારે તેને પતિ સાથે ઝઘડો થતા પુત્રને લઇ ઘરેથી નીકળી ગઇ હતી અને પિયર જવા નણંદોઇની મદદ લીધી હતી. જેમાં તે તેણીને પિયર મૂકવા જવાના બદલે પોતાના ઘરમાં જ 3 દિવસ પૂરીને દુષ્કર્મ આચર્યું હતું. શુક્રવારે તે પિયર મૂકવા જવાનું કહી સાથે નીકળેલો નણદોઇ રસ્તામાં હોટલ પર નાસ્તો કરવા ઉભા રહ્યા હતા, ત્યારે રાજસ્થાન જવાનું ફોન પર કહેતો સાંભળી મહિલા પુત્રને લઇ ભાગીને પિયરિયાંની મદદથી મહેસાણા સિવિલમાં પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here