મહેસાણા : પ્રેમી સાથે ભાગેલી મહિલા ગર્ભવતી થતાં ફરી પરત.

0
10

મહેસાણાના સખી વનસ્ટોપ સેન્ટરમાં અજબ પ્રેમની વિચિત્ર કહાની જેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીત યુવાન સાથે ભાગેલી 3 સંતાનોની માતા જ્યારે 6 મહિને પરત ફરી ત્યારે તેના પેટમાં પ્રેમીનો ગર્ભ હોઇ પતિએ રાખવાનો ઇન્કાર કરી દીધો હતો. દરમિયાન, સખી વનસ્ટોપ સેન્ટરમાં મહિલાના પતિ અને તેના પ્રેમીને સાથે બેસાડી સમજાવટ હાથ ધરતાં આખરે પ્રેમીએ ગર્ભમાં રહેલા સંતાનની જવાબદારી લેતાં પતિએ સાથે લઇ જવાનો વચલો માર્ગ અપનાવ્યો હતો.

સગીર અવસ્થામાં લગ્ન થતાં નાની ઉંમરમાં જ 3 સંતાનોની માતા બની ચૂકેલી યુવતીને તેના મહોલ્લામાં જ રહેતા 2 સંતાનોના પિતા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને પરિવારની જાણ બહાર બંને પરિણીત પ્રેમીપંખીડાં ભાગી ગયાં હતાં. પાલનપુર નજીક મૈત્રીકરાર કરીને રહેતી આ યુવતીને 6 મહિનાનો ગર્ભ રહેતાં તેઓ પાલનપુર પોલીસ સ્ટેશનમાં હાજર થતાં મહેસાણા સ્થિત સખી વનસ્ટોપ સેન્ટરમાં લવાયાં હતાં.

અહીં મહિલાને પ્રેમી અને પતિએ સાથે લઇ જવાનો ઇન્કાર કરતાં મહિલાની હાલત કફોડી બની હતી. આ સંજોગોમાં અત્રેના કાઉન્સિલરે બંને પક્ષોને બેસાડીને સમજાવતાં પતિએ ગર્ભમાં રહેલા બાળક સાથે પત્નીને સાથે લઇ જવાનો સાફ ઇન્કાર કર્યો હતો. જ્યારે કાઉન્સિલરની સમજાવટને અંતે પ્રેમીએ બાળકની જવાબદારી લેતાં આખરે પતિએ તેના માતા-પિતાની મધ્યસ્થીથી પત્નીને લઇ જવાની તૈયારી બતાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here