Monday, October 25, 2021
Homeવિવાદ : LRD ભરતી મામલે સરકારના મેરિટને જનરલ કેટેગરીની મહિલાઓએ પડકાર્યું
Array

વિવાદ : LRD ભરતી મામલે સરકારના મેરિટને જનરલ કેટેગરીની મહિલાઓએ પડકાર્યું

લોકરક્ષક દળની ભરતીનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. રાજ્ય સરકારે 10મી માર્ચે બહાર પાડેલા મેરિટ લિસ્ટને ઓપન કેટેગરીની મહિલાઓએ હાઈકોર્ટમાં પડકાર્યું છે. તેમાં એવી રજૂઆત કરી છે કે ઓપન કેટેગરીની તમામ બેઠક પર જનરલ કેટેગરીની મહિલાઓની ભરતી કરવી જોઇએ. અનામત કેટેગરીની મહિલાઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ ન કરવા દાદ માગી છે. હાઇકોર્ટે સરકાર અને લોકરક્ષક ભરતી બોર્ડને નોટિસ પાઠવી છે. જેની વધુ સુનાવણી 30મી એપ્રિલે હાથ ધરાશે.

લોકરક્ષક દળની ભરતીમાં સરકારે બહાર પાડેલા મેરિટ લિસ્ટ સામે ઓપન કેટેગરીની આશરે 105 મહિલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં એમેન્ડમેન્ડ કર્યુ છે. તેમના વતી એડવોકેટ વિશાલ દવેએ એવી દલીલ કરી હતી કે, સરકારે 10 માર્ચ 2020ના રોજ બહાર પાડેલા મેરિટ લિસ્ટમાં ઓપન કેટેગરીની મહિલાઓનો જ સમાવેશ કરવો જોઇએ. તેમાં અનામત કેટેગરીની મહિલાઓને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરી શકાય નહીં.

આ લિસ્ટમાં મહિલા અનામત અંગેના 1997 અને 2012ના નિયમોનો અમલ કરવામાં આવ્યો નથી. મહિલા અનામતનો કાયદો ક્રિસ્ટલ ક્લિયર છે તેમાં સરકાર પાસે સત્તા નથી કે બદલાતી જતી પરિસ્થિતિ પ્રમાણે સ્વાયત્ત કાયદામાં ફેરફાર કરી શકે. સરકાર સ્વાયત્ત કાયદા અને કલમોમાં સુધારા કરી શકે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments