Wednesday, April 17, 2024
HomeગુજરાતGUJARAT:બે મિત્રોની કમાલ: દિવ્યાંગોનું જીવન બનશે સરળ, બનાવી આવી ઇલેક્ટ્રિક વ્હીલચેર

GUJARAT:બે મિત્રોની કમાલ: દિવ્યાંગોનું જીવન બનશે સરળ, બનાવી આવી ઇલેક્ટ્રિક વ્હીલચેર

- Advertisement -

રાજકોટ: સામાન્ય રીતે દિવ્યાંગ વ્યક્તિઓ પાસે પોતાની વ્હીલ ચેર તો હોય છે. પરંતુ તેમ છતાં જો તેમને લાંબુ અંતર કાપવું હોય તો તેને અન્ય લોકોની મદદ લેવી પડે છે. આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખી રાજકોટમાં રહેતા બે વિદ્યાર્થીઓએ દિવ્યાંગો માટે ઇલેક્ટ્રિક વ્હીલચેર બનાવી છે. આ વ્હીલ ચેર દિવ્યાંગોને કેવી રીતે ઉપયોગી થશે અને કેવી રીતે બનાવી તે જાણીએ.

રાજકોટમાં રહેતા ત્રિવેદી વત્સલ અને યજ્ઞેશ ઉપાધ્યાયે સાથે મળીને દિવ્યાંગ વ્યક્તિઓ માટે ઈલેક્ટ્રીક વ્હીલચેર બનાવી છે.તેમને સાધારણ મેકેનિઝમનો ઉપયોગ કરીને આ વ્હીલચેર બનાવી છે. ત્રિવેદી વત્સલ અને યજ્ઞેશ ઉપાધ્યાયનું આ ઇનોવેશન ભવિષ્યમાં દિવ્યાંગો માટે આશીર્વાદ સમાન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી છે.આ ઈલેક્ટ્રીકલ વ્હીલચેરની અંદર બંને મિત્રોએ 12-12 વોલ્ટની 4 બેટરીનો ઉપયોગ કર્યો છે. બંને મિત્રોને આ પહેલી વ્હીલચેર બનાવતા 6 મહિનાનો સમય લાગ્યો હતો. કારણ કે આ તેમનો પહેલો પ્રોજેક્ટ હતો અને સાઈકલની અંદર ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુઓ બજારમાંથી મળતા સમય લાગ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular