હળદરવાળું દૂધ પીવાનાં અદભૂત ફાયદાઓ, શરીરનાં સ્વાસ્થ્યને રાખે છે નિરોગી

0
0

શરીર માટે હળદરનું સેવન ખાસ રીતે જરૂરી હોય છે. હળદરનાં સેવથી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. જો હળદરને દૂધમાં ભેળવીને પી શકાય છે. જોકે આપણા દેશમાં ઘણા સમયથી હળદરનું દૂધ પીવાનું વલણ સતત રહ્યું છે. તેનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવે છે. હળદર વાળું દૂધ તમામ ઋતુમાં પી શકાય છે.

શિયાળાની ઋતુમાં તેની સૌથી વધુ અસર જોઈ શકાય છે. કારણકે આ ઋુતુમાં કફ, તાવ, શરદી, કબજીયાત જેવી સમસ્યા સર્જાઈ શકે છે. અને આ પરેશાનીઓમાં હળદર રામબાણનું કાર્ય કરે છે. ઉલ્લેખનીય છે કે હળદરમાં આયુર્વેદીક ગુણોથી ભરપૂર રહે છે. હળદર આયુર્વેદ ગુણધર્મોથી ભરેલું છે.

તેનો વપરાશ ઈજા પર ઉપચાર તરીકે, રોગ પ્રતિકારક શક્તિ અને પુરુષોની જાતીય ક્ષમતા વધારવામાં પણ ઉપયોગી છેય બાળકો માટે હળદરનું દૂધએ રામબાણ કરતાં ઓછું નથી. શિયાળાની ઠંડીમાં અંદાજીત દરેક ઘર દીઠ હળદર વાળુ એક કપ ગરમ દૂધ આપવામાં આવે છે.

આ દૂધ ડાયબિટીસનાં દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક રહે છે, જે લોહીમાં ગ્લૂકોઝના સ્તરને ઘટાડીને ઈંસુલિન બનાવે છે. આ પ્રક્રિયા એક વખત શરૂ થઈ ગયા પછી લોહીમાંથી વધારાનાં ગ્લૂકોઝને સેલ્સ સુધી પહોંચાડે છે.

અમેરિકાની એર રિચર્સ રિપોર્ટ અનુસાર હળદર યાદશ્કિત અને મનુષ્યનાં મૂડને સારો બનાવે છે. હળદરમાં કરક્યૂમિન નામનું પોષક તત્વ અલ્જાઈમર અને ડિપ્રેશન જેવી બિમારીઓ સાથે લડવામાં ખૂબ મદદગાર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here