બનાસકાંઠા : લાખણીના ગેળા ગામે તળાવ ઊંડું કરવાના કામનું ખાત મુહૂર્ત કરાયું.

0
14

લાખણી સહિત જિલ્લામાં ભૂગર્ભ જળ ઉત્તરોત્તર ઘટયે જતા જળ સંકટ મંડરાયું છે. જેને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારના આદેશના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વરસાદના નકામા વહી જતા પાણીને સંગ્રહવા માટે જળ સંચય અભિયાન હાથ ધરાયુ છે. 2 મહિના સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત ગામે ગામ આવેલ તળાવોની સાફ સફાઈ સાથે ઊંડું કરવાની કામગીરી થશે. જેથી ચોમાસામાં તેમાં વરસાદી પાણીનો સંગ્રહ થતા ભૂગર્ભ જળ ઊંચકાશે. પ્રજાભિમુખ આ અભિયાન હેઠળ લાખણી તાલુકાના ગેળા ગામે પણ તળાવ ઊંડું કરવાનાં કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જે પ્રસંગે અનિલભાઈ ત્રિવેદી (તાલુકા વિકાસ અધિકારી), હેમાભાઈ પટેલ ( એ. ટી. પી.ઓ. મનરેગા), ગેળા ગ્રામ પંચાયતના તલાટી નરેશભાઈ ચૌધરી, સરપંચ, ડેપ્યુટી સરપંચ હરજીભાઈ રાજપુત,માજી સરપંચ કાજાભાઈ વાંધડા, માજી સરપંચ દેવાભાઇ કાગ, જગતાભાઇ કાગ, ગણેશભાઇ કરડ, પરખાજી આરડી, જેસારામ મહારાજ, ભગાભાઇ વાધડા લાખણી તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદીના હસ્તે શ્રીફળ વધેરીને ગોળ ધાણા વેચીને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગામ તળાવ ઊંડું થતા તેમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકશે. જેને લઈ ગ્રામજનોમાં ખુશાલી છવાઈ છે.

રિપોર્ટર : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here