કોરોનાગ્રસ્ત દેશો માટો વિશ્વ બેંકે જાહેર કર્યું આટલા અરબ ડોલરનું પેકેજ

0
17

દુનિયાના અનેક દેશમાં ફેલાયેલા કોરોના વાયરસ વચ્ચે વિશ્વ બેંકે કોરોનાગ્રસ્ત દેશ માટે 12 અરબ ડોલરનું પેકેજ જાહેર કર્યુ છે. વિશ્વબેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસે જણાવ્યુ કે, કોરોના વિરૂદ્ધ લડવા માટે અસરગ્રસ્ત દેશને સહાય કરવામાં આવી છે. જે દેશ પાસે પુરા મેડિકલ સાધન નથી તેમને આ ફંડ આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં 3 હજારથી વધારે લોકોના મોત થયા છે. જ્યાકે કે, 90 હજારથી વધારે લોકોને કોરોના વાયરસની અસર છે. ત્યારે કોરોના વાયરસને અટકાવવા માટે દુનિયાના દેશોમાં સતર્કતા રાખવામાં આવી રહી છે.

  • કોરોના વાયરસઃ વિશ્વ બેંક દ્વારા પેકેજની જાહેરાત
  • વાયરસથી ગ્રસ્ત દેશને વિશ્વ બેંક દ્વારા ૧૨ અરબ ડોલરની સહાય
  • દુનિયામાં ૩ હજારથી વધારે લોકોના મોત
  • ૯૦ હજાર લોકોને કોરોના વાયરસની અસર

શું છે કોરોના વાયરસ

ચીનથી શરૂ થયેલા કેરોના વાયરસ વિશ્વના અનેક દેશોમાં લાયો છે. ત્યારે શું છે કેરોના વાયરસ તેના પર નજર કરીએ તો. આ એક સાર્સ કેટેગરીનો વાયરસ છે. વૈજ્ઞાનિકોએ ન્યૂ કોરાના વાયરસ કે નોવેલ કોરોના વાયરસ નામ આપ્યુ છે. જર્મનીની આંતરરાષ્ટ્રીય લેબમાં રહેલા નમૂનામાં સૌપ્રથમ વખત આ વાયરસની ઓળખ થઇ હતી. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ સી ફૂડ સાથે આ વાયરસ જોડાયેલો છે. ચીનના હુવેઇ પ્રાંતના વુહાન શહેરમાં આ વાયરસનો સૌપહેલો કેસ નોંધાયો હતો. પાંચ જાન્યુઆરી ર૦ર૦ના દિવસે ચીનમાં કોરોના વાયરસથી સૌપહેલુ મોત થયુ હતુ. ડબલ્યૂએચઓ આ વાઇરસને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે જાહેર કરવાની તૈયારીમાં છે.

ઈરાનમાં 54 હજારથી વધુ કેદીઓને મુક્ત કરાયા

કોરોનાના કહેરથી બચવા ઈરાનમાં 54 હજારથી વધુ કેદીઓને મુક્ત કરાયા. 23 સાંસદોમાં પરીક્ષણ પોઝીટીવ આવ્યા. ચીન પછી ઈરાનમાં કોરોના વાઈરસથી સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આ ખતરનાકના વધતા જતા જોખમને ધ્યાનમાં રાખી ઈરાને 50 હજારથી વધુ કેદીઓને મુક્ત કર્યા છે અને ઈરાનના 23 સાંસદોમા કોરાનાના રીપોર્ટસ પોઝીટીવ આવ્યા છે. વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના વધતા જતા વિનાશ અને તેના ફેલાવાને રોકવાની કવાયત ચાલુ છે. જોકે ઈરાનના ન્યાયતંત્રના પ્રવક્તા ગોલમહસન ઇસ્માઇલીએ કેદીઓની મુક્તિ સંદર્ભે આ વાતને નકારી કાઢી છે તેમનું કહેવું છે કે આ કેદીઓની તપાસ કરવામાં આવી છે અને તેમના નમૂનાઓ નકારાત્મક હોવાનું જણાયું છે. તેઓને અસ્થાયીરૂપે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. ઈરાનમાં જ્યાં કેદીઓની સંખ્યા ખૂબ વધારે છે અને વધારે કેદીઓ ભરેલા છે. ત્યાં કોરોના વાયરસના ચેપને રોકવા માટે આ પગલું અસ્થાયીરૂપે લેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here