30 જુલાઈથી વર્લ્ડ કપ સુપર લીગની શરૂઆત, યજમાન હોવાથી ભારતને વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળી

0
0

ICC ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગની શરૂઆત 30 જુલાઈએ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની સીરિઝથી થશે. આ લીગમાં વર્લ્ડની ટોપ 12 ટીમો અને નેધરલેન્ડસ્ રમશે. દરેક દેશ ઘરઆંગણે અને વિદેશમાં 3 વનડેની 4-4 સીરિઝ રમશે. લીગના અંતે ભારતને બાદ કરતાં વર્લ્ડની ટોપ 7 ટીમો ઓક્ટોબર-નવેમ્બર 2023માં થનાર વર્લ્ડ કપમાં ક્વોલિફાય થશે. યજમાન હોવાથી ભારતને 2023ના વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળી છે. જ્યારે નેધરલેન્ડસ્ 2015-17 વર્લ્ડ ક્રિકેટ સુપર લીગ જીતીને ક્વોલિફાય કરવાની રેસમાં જોડાયું છે.

પોઇન્ટ્સ સિસ્ટમનું શું છે?

દરેક ટીમને આ લીગમાં એક જીત બદલ 10 પોઇન્ટ્સ મળશે, ટાઈ/નો રિઝલ્ટ પર 5-5 પોઇન્ટ્સ, જ્યારે મેચ હારવા પર એકપણ પોઇન્ટ્સ મળશે નહિ.

ટોપ-7માં  આવનાર ટીમો વર્લ્ડ કપમાં કઈ રીતે રમી શકશે?

ટોપ-13માંથી 5 ટીમોને વર્લ્ડ કપ લીગ દ્વારા એન્ટ્રી નહિ મળે. તે બાદ તેમણે 5 એસોસીએટ્સ ટીમો સાથે વર્લ્ડ કપ 2023 ક્વોલિફાયર ટૂર્નામેન્ટ રમવી પડશે. તે 10માંથી ફાઇનલિસ્ટ એટલે કે 2 ટીમને વર્લ્ડ કપમાં જગ્યા મળશે.

 લીગ પાછળનું કારણ શું?

ICCના જનરલ મેનેજરે કહ્યું કે, આ લીગથી આગામી 3 વર્ષ માટે વનડેમાં બાઇલેટરલ સીરિઝનું મહત્ત્વ વધી જશે. વર્લ્ડના ફેન્સને અન્ય દેશોની સીરિઝમાં પણ રસ પડશે કારણકે અન્યની હાર-જીતની અસર તેમની ટીમના સ્ટેન્ડિંગ પર થશે. 2023નો વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં થવાનો હોવાથી, કોરોનાને કારણે જે સમય ગુમાવ્યો છે, તેને કવર અપ કરી શકીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here