Monday, December 5, 2022
Homeવિશ્વનો સૌથી ઝડપી દોડવીર બોલ્ટને કોરોના : 8 ઓલિમ્પિક ગોલ્ડ જીતી ચુકેલા...
Array

વિશ્વનો સૌથી ઝડપી દોડવીર બોલ્ટને કોરોના : 8 ઓલિમ્પિક ગોલ્ડ જીતી ચુકેલા બોલ્ટે 21 ઓગસ્ટના રોજ પાર્ટી યોજી હતી, ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

- Advertisement -

વિશ્વનો સૌથી ઝડપી દોડવીર જમૈકાનો ઉસૈન બોલ્ટ કોરોના સંક્રમિત થયો છે. મીડિયા અહેવાલો પ્રમાણે બોલ્ટે 21મી ઓગસ્ટના રોજ તેના 34માં જન્મ દિવસની બર્થડે પાર્ટી જમૈકામાં ઉજવી હતી. ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

11 વખત વિશ્વ ચેમ્પિયન બોલ્ટને વર્ષ 2017માં લંડન વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ નિવૃત્તિ જાહેર કરી હતી. અંતિમ ટૂર્નામેન્ટમાં બોલ્ટે સિલ્વર મેડલ મેળવ્યો હતો. કોરોનાથી સંક્રમિત થયા બાદ બોલ્ટે ટ્વિટર પર વીડિયો શેર કરતા લોકોને ઘરોમાં સુરક્ષિત રહેવા માટે અપીલ કરી છે.

પાર્ટીમાં જમૈકાના ફુટબોલર સ્ટર્લિંગ પણ સામેલ હતા

ડેલી મેઈલે જમૈકાના રેડિયો સ્ટેશન ‘નેશનલ વાઈડ 90FM’ને ટાંકી આ સમાચાર આપ્યા છે. બોલ્ટના જન્મ દિવસની પાર્ટીમાં પરિવાર તથા અન્ય મહેમાનો સાથે ઈગ્લેન્ડના ફુટબોલ ક્લબ માન્ચેસ્ટર યૂનાઈટેડના ખેલાડી રહીમ સ્ટર્લિંગ પણ સામેલ હતા. સ્ટર્લિંગ પણ જમૈકાનો રહેવાસી છે.

જન્મ દિવસનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેની કેપ્શનમાં લખ્યુ છે-આ ઉસૈન બોલ્ટના જન્મ દિવસની પાર્ટી છે. તેમા સોશિયલ ડિસ્ટન્સિંગની કાળજી રાખવામાં આવી નથી અને કોઈએ માસ્ક પણ પહેર્યું નથી.

બોલ્ટના નામે 100 મીટર રેસમાં વિશ્વ વિક્રમ નોંધાયો છે

બોલ્ટે 100 મીટર દોડ 9.58 સેકન્ડ તથા 200 મીટરની દોડ 19.19 સેકન્ડમાં પૂરી કરી હતી. આ એક વિશ્વ વિક્રમ છે. બોલ્ટે 3 ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ જીત્યા હતા. આ પૈકી બેઇજિંગ ઓલિમ્પિકમાં 2, જ્યારે વર્ષ 2012 લંડન ઓલિમ્પિક તથા વર્ષ 2016 રિયો ઓલિમ્પિકમાં 3-3 ગોલ્ડ જીત્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular