ટેકનોલોજી : જલ્દી જ દુનિયાનો પહેલો 16 GB રેમવાળો સ્માર્ટફોન થશે લોન્ચ

0
20

ગેમિંગ સ્માર્ટફોન નિર્માતા બ્લેકશાર્ક જલ્દીથી પોતાનો નવો સ્માર્ટફોન બ્લેક શાર્ક 3 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. લોન્ચ પહેલા સ્માર્ટફોન વિશે સતત માહિતી લીક થઈ રહી છે.

Image result for black shark 3 3d photo

દરમિયાન એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે. બ્લેક શાર્ક 3 ને 16 જીબી રેમ સાથે રજૂ કરવામાં આવશે. આ સિવાય આ સ્માર્ટફોનમાં 5જી નેટવર્કનો પણ સપોર્ટ હશે. આટલી રેમવાળા ફોનમાં સ્પીડ વધુ હોવાની ધારણા વધારે છે. ખાસ કરીને 5જી નેટવર્ક અને નવા ગ્રાફિક્સવાળી ગેમ્સનાં ચાહકો માટે, આ ફોન વરદાન સાબિત થશે. કંપનીને મળેલા સંકેતમાં કહેવામાં આવ્યું છે કે, બ્લેક શાર્ક 3 ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 પ્લસ ચિપસેટથી સજ્જ હશે. નિષ્ણાતો કહે છે કે, આટલી મોટી ઇન્ટરનલ મેમરી ગેમ રમવી તે યૂઝર્સ માટે વરદાન સાબિત થશે.

Image result for black shark 3 3d photo

આ નવી શાર્ક 3 ની કિંમતો અંગે પણ અટકળો ચાલી રહી છે. ચાઇનીઝ વેબસાઇટની માહિતી અનુસાર, નવો સ્માર્ટફોન મોંઘો જ હશે. જો કે, 5જી વર્ઝન સાથે, 4જી વર્જનનો સ્માર્ટફોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેની કિંમત ઓછી હશે. પરંતુ કંપનીએ હજુ સુધી કિંમત જાહેર કરી નથી. ચીની સાઇટ મુજબ બ્લેક શાર્ક 3 ને એકદમ શક્તિશાળી બનાવવાનો પ્રયાસ છે. આ નવા ફોનમાં 4000 એમએએચની બેટરી લગાવવામાં આવી રહી છે. આ સાથે, ફાસ્ટ ચાર્જિંગ માટે 27 ડબ્લ્યુ ટેકથી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.