દુનિયાની પ્રથમ બાયોનિક આંખ જે લોકોનો અંધાપો દૂર કરશે, મગજમાં લગાવવાની તૈયારી

0
0

ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ઊંડા રિસર્ચ બાદ બાયોનિક આંખ તૈયાર કરી હતી. તેની મદદથી લોકોને અંધાપાથી મુક્તિ મળી શકશે. તેની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. હવે તેને માનવીના મગજમાં લગાવવાની તૈયારી ચાલી રહી છે. દાવો કરાયો છે કે આ દુનિયાની પ્રથમ બાયોનિક આંખ છે.

યુનિવર્સિટીના ઈલેક્ટ્રિકલ અને કમ્પ્યૂટર એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર લાઓરીએ જણાવ્યું કે અમે એક એવી વાયરલેસ ટ્રાન્સમીટર ચિપ તૈયાર કરી છે જે મગજની સપાટી પર ફિટ થઈ જશે. અમે તેને ‘બાયોનિક આઈ’ નામ આપ્યું છે. તેમાં કેમેરાની સાથે એક હેડગિયર ફીટ કરાયું છે જે આજુબાજુ થતી હરકતો પર નજર રાખી સીધું મગજનો સંપર્ક સાધશે. આ ડિવાઈસની સાઈઝ 9X9 મિલીમીટર છે. આ આંખને બનાવવામાં 10 વર્ષથી વધુ સમય લાગ્યો છે.

પ્રોફેસર લાઓરી અનુસાર બાયોનિક આંખ માનવીના અંધાપાને ઓછું કરવામાં મદદરૂપ સાબિત થશે. તેને જન્મથી અંધ વ્યક્તિને પણ લગાવી શકાશે. વિજ્ઞાનીઓએ આ ડિવાઈસને વેચવા માટે ફંડની માગ કરી હતી. જોકે તેના વિજ્ઞાનીઓને ગત વર્ષે એક મિલિયન ડોલર(આશરે 7.35 કરોડ રૂ.)ની રકમ આપવામાં આવી હતી.

ગત વર્ષે ઘેટાં-બકરાં પર ટ્રાયલ કરાઈ હતી

મોનાશ બાયોમેડિસિન ડિસ્કવરી ઈન્સ્ટિટ્યૂટના ડૉક્ટર યાન વોંગે જણાવ્યું કે શોધ દરમિયાન 10 ડિવાઈસનું ઘેટાં-બકરાં પર પરીક્ષણ કરાયું હતું. તેમાંથી 7 ડિવાઈસ ઘેટાં-બકરાંના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યા વિના 9 મહિના સુધી એક્ટિવ રહ્યું હતું. ડૉ. લ્યૂસે કહ્યું કે જો ડિવાઈસ કારગત સાબિત થશે તો તેને મોટાપાયે તૈયાર કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here