ગુજરાતનો ડંકો : વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ ભાવનગર પોર્ટ પર 1900 કરોડના ખર્ચે બનશે, રાજ્ય સરકારે મંજૂરી આપી

0
18

રાજ્ય સરકારે ભાવનગર બંદર પર વિશ્વના સૌપ્રથમ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ટર્મિનલની સ્થાપના કરવા માટેની મંજૂરી આપી દીધી છે. દુનિયાનું પ્રથમ CNG ટર્મિનલનું સ્થાન પામનારું ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. CNG ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂપિયા 1900 કરોડના ખર્ચે બનાવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં રૂપિયા 1300 કરોડ અને દ્વિતીય તબક્કામાં 600 રૂપિયાનો કરોડનો ખર્ચ થશે.

વાર્ષિક 15 લાખ ટન ક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ બનશે

GMBએ ફોરસાઈટ ગ્રુપ પદ્મનાભ મફતલાલ ગ્રુપ અને નેધરલેન્ડસ્થિત બોસ્કાલિસને પ્રોજેક્ટ ડેવલપર તરીકે મંજૂરી આપશે. 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે. પ્રતિ વર્ષ 15 લાખ ટન ક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ બનશે. નવું ટર્મિનલ બનવાથી ભાવનગર બંદરનો વિકાસ રોકેટ ગતિએ થશે. આમ, રાજ્યમાં સૌપ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ તરીકે ભાવનગરમાં આકાર આપશે. વર્લ્ડ મેરિટાઈમ મેપ પર ગુજરાતનું નામ રોશન થશે

ભાવનગર પોર્ટની કાર્ગો ક્ષમતા વાર્ષિક 9 મિલિયન મેટ્રિક ટન થશે

પ્રતિ વર્ષ 45 લાખ ટનની ક્ષમતાનું લિક્વિડ કાર્ગો ટર્મિનલ, કન્ટેનર અને વ્હાઇટ કાર્ગો ટર્મિનલ તથા રો-રો ટર્મિનલ વિકસાવવાનું આયોજન છે. શિપબ્રેકિંગ અને શિપ રિસાઇક્લિંગ ઉદ્યોગમાં વિશ્વના સૌથી મોટા શિપબ્રેકિંગ યાર્ડ તરીકે પ્રખ્યાત અલંગ-ભાવનગરની ખ્યાતિમાં ઉમેરો થશે. ભાવનગર પોર્ટ વિકસાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, 2 લોક ગેટસનું બાંધકામ અને કિનારા પર CNG ટ્રાન્સપોર્ટેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ વિકસાવવામાં આવશે. મહત્ત્વનું છે કે CNG ટર્મિનલ કાર્યરત થતાં ભાવનગર પોર્ટની વાર્ષિક કાર્ગો કેપેસિટી 9 મિલિયન મેટ્રિક ટન થશે.

નવા બંદરે નવા બે લોકગેટ બનાવવામાં આવશે

ભાવનગર બંદરની નોર્થ ક્વે જેટી પર નવો પ્રોજેક્ટ આકાર લેશે, જ્યારે દક્ષિણ દિશામાં આવેલી કોંક્રીટ જેટી પર વર્તમાન વ્યવસ્થાથી કાર્ગો હેન્ડલિંગ ચાલુ રહેશે. નોર્થ ક્વેનું વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રકચરનું નવીનીકરણ કરવામાં આવશે, બેસિનમાં 10 મીટરનો ડ્રાફ્ટ મળી રહે, એને ધ્યાનમાં રાખીને ડ્રેજિંગ કરવામાં આવશે, ભાવનગર બંદરથી એનકરજ પોઇન્ટ સુધીની ચેનલ વધુ પહોળી અને ઊંડી બનાવવામાં આવશે. ઉપરાંત ભાવનગર નવા બંદરે નવા બે લોકગેટ બનાવવામાં આવશે, જેના વડે ભરતી-ઓટની અસર વિના બેસિનમાં કાર્ગો હેન્ડલિંગની પ્રક્રિયા ચાલુ રહેશે.

પ્રથમ તબક્કા​​માં રૂપિયા 1300 કરોડ ખર્ચ કરાશે

રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, કુલ 1900 કરોડના પ્રોજેક્ટ પૈકી પ્રથમ તબક્કામાંરૂપિયા 1300 કરોડ અને દ્વિતીય તબક્કામાં 600 કરોડનો ખર્ચ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. CNG ટર્મિનલ ઉપરાંત લિક્વિડ કાર્ગો ટર્મિનલ, કન્ટેનર, વાહનોની નિકાસ માટે રો-રો ટર્મિનલ પણ બનાવવામાં આવશે.

LNG-CNG માટેના ટર્મિનલ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બનશે

CM રૂપાણીએ જામનગરના સચાણા પોર્ટને પુન: ધમધમતું કરવા આપેલી મંજૂરી બાદ હવે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલને ભાવનગરમાં નિર્માણની મંજૂરી આપી છે. CNG ટર્મિનલ પ્રોજેક્ટને પરિણામે ભાવનગર અને આસપાસના વિસ્તારોના યુવાઓ માટે લોજિસ્ટિક, ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસિંગના ક્ષેત્રે વિશાળ રોજગારની તકો ખૂલશે. આમ, ગુજરાતમાં દહેજ અને હજીરામાં LNG પછીનું CNG ટર્મિનલ બનશે. ગુજરાત LNG અને- બંને માટેનાં ટર્મિનલ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here