Tuesday, January 14, 2025
HomeગુજરાતGUJARAT: રાજકોટમાં બનશે કિડની આકારની દૂનિયાની પ્રથમ હોસ્પિટલ....

GUJARAT: રાજકોટમાં બનશે કિડની આકારની દૂનિયાની પ્રથમ હોસ્પિટલ….

- Advertisement -

વિશ્વની પ્રથમ કિડની આકારની કિડની હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર ટૂંક સમયમાં રાજકોટમાં આકાર લેશે. બીટી સવાણી કિડની હોસ્પિટલને સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી છે, હજુ વધારાની જમીન માટેની પ્રક્રિયા ચાલુ છે. આ હોસ્પિટલના નિર્માણ બાદ રાજકોર્ટમાં એક મોટું મેડિકલ હબ બનાવવામાં આવશે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સૌથી ,મોટું ક્રિકેટ સ્ટેડિયમ, સૌથી મોટું રિવરફ્રન્ટની જાહેરાત વચ્ચે ગુજરાતમાં કિડની આકારની હોસ્પિટલ બનાવવામાં આવશે. આ અનોખી હોસ્પિટલનું નિર્માણ ગુજરાતના સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટમાં કરવામાં આવશે.

આ હોસ્પિટલની બિલ્ડીંગની ડિઝાઇન બિલકુલ કિડનીના આકારની હશે. રાજકોટમાં આ અનોખી કિડની હોસ્પિટલની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે રાજકોટને થોડા દિવસોમાં રાજ્યની પ્રથમ એઈમ્સ મળવા જઈ રહી છે. ગુજરાતની પ્રથમ એઈમ્સ પણ રાજકોટમાં બની છે.

વિશ્વની પ્રથમ કિડની આકારની હોસ્પિટલ માટે રાજ્ય સરકારે જમીન ફાળવી છે. આ હોસ્પિટલમાં એક સંશોધન કેન્દ્ર પણ હશે. જેમાં દેશ અને દુનિયાના સ્ટુડન્ટ ડોક્ટરો રિસર્ચ કરી શકશે. આ હોસ્પિટલનું નામ બીટી સવાણી કિડની હોસ્પિટલ હશે. આ હોસ્પિટલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય સારી અને આધુનિક કિડની સારવાર આપવાનો છે. સ્માર્ટ સિટી હેઠળ અમદાવાદ, દિલ્હી અને વિદેશના આર્કિટેક્ટ્સ કિડની આકારના ટ્વીન ટાવર બનાવમાં આવશે .

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં કિડનીના રોગોની સારવારના 21 વર્ષ પૂરા કર્યા બાદ સવાણી કિડની હોસ્પિટલે આ હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું છે. વર્ષ 1998માં, સૌરાષ્ટ્ર વિસ્તારમાં કિડનીના રોગોની દુર્દશાને ધ્યાનમાં રાખીને, ડૉ. પ્રદીપભાઈ કણસાગરા, દેવજીભાઈ પટેલ, જયંતિભાઈ ફાળદુ, રમેશભાઈ પટેલે સૌરાષ્ટ્ર કિડની સંશોધન સંસ્થા, રાજકોટ નામના ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ત્યાર બાદ રાજકોટમાં બીટી સવાણી કિડની હોસ્પિટલ બનાવવામાં આવી હતી.

નવી હોસ્પિટલના નિર્માણથી દુર દુરથી લોકો કિડનીની સારવાર માટે રાજકોટ આવી શકશે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આવી સ્થિતિમાં રાજકોટની એઈમ્સનું લોકાર્પણ થવાની તૈયારી છે ત્યારે અનોખી કીડની હોસ્પિટલના નિર્માણથી રાજકોટમાં વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular