નાસિકમાં રબરના ટાયર પર દોડતી વિશ્વની પહેલી મેટ્રો ટ્રેન શરૂ થશે

0
33

મુંબઇ તા.12 ઓક્ટોબર 2019 શનિવાર

મહારાષ્ટ્રના પવિત્ર યાત્રાધામ નાસિકમાં શરૂ થનારી વિશ્વની આ પ્રકારની પહેલી મેટ્રો ટ્રેન રબરના ટાયર પર દોડશે અને એ વીજ સંચાલિત હશે એવી જાહેરાત ‘મહા મેટ્રો’ના મેનેજિંગ ડાયરેક્ટર બ્રિજેશ દીક્ષિતે કરી હતી.

આ પ્રકારની આ પહેલી ટ્રેન હશે જે નાસિક શહેરના વિવિધ વિસ્તારોને આવરી લેશે. 2100 કરોડના આ પ્રોજેક્ટને મહારાષ્ટ્ર રાજ્ય સરકારે હરી ઝંડી દેખાડી હતી. તેમણે કહ્યું કે બે કોરિડોર ધરાવતી આ ટ્રેન અનુક્રમે 18.45 અને 9.45 કિલોમીટરના અંતરને આવરી લેશે. ધરતીથી ઊંચે ઇલેવેટેડ વાયાડક્ટ પર આ ટ્રેન દોડશે. ભારતમાં આ પ્રકારનો આ પહેલો વિરાટ પ્રોજેક્ટ હશે.

ધસારાના સમયે આ મેટ્રો ટ્રેન એક સાથે 8,000 ઉતારુની હેરફેર ઝડપભેર કરી શકશે. આર્થિક દ્રષ્ટિએ દરેક ઉતારુને પરવડે એ રીતે એની ટિકિટ રાખવામાં આવશે. ઓવરહેડ ઇલેક્ટ્રિક કેબલ્સ દ્વારા આ ટ્રેન દોડશે.

આ પ્રકારની લાઇટ મેટ્રો ટ્રેન ચલાવવાનો કિલોમીટર દીઠ રૂપિયા 60 કરોડ થવાની ધારણા છે. હાલ મેટ્રો ટ્રેન ચલાવવા પાછળ કિલોમીટર દીઠ 300 કરોડનો ખર્ચ થાય છે. રબર ટાયરના પગલે આ ખર્ચમાં સારો એવો ઘટાડો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here