પર્યાવરણની ચિંતા – 48 રૂપિયાનું દુનિયાનું પ્રથમ પ્લાસ્ટિક-ફ્રી ‘PPE શીલ્ડ’, ઉપયોગ કર્યા પછી 3 દિવસમાં જાતે જ નષ્ટ થઇ જશે

0
10
  • પ્લાસ્ટિક વિરુદ્ધ અભિયાન ચલાવી રહેલા ઇંગ્લેન્ડનાં ‘અ પ્લાસ્ટિક પ્લેનેટ’એ આ ઇકો ફ્રેન્ડલી કિટ તૈયાર કરી છે
  • શીલ્ડને એકવાર ઉપયોગમાં લીધા પછી તેને ઓર્ગેનિક કચરા સાથે ડિસ્પોઝ કરી શકાશે
  • PPE કિટ ઓર્ગેનિક કચરામાં 3 દિવસમાં તેની જાતે જ નષ્ટ પામે છે

સીએન 24,ગુજરાત

લંડનપર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક વિરુદ્ધ અભિયાન ચલાવી રહેલા ઇંગ્લેન્ડનાં ‘અ પ્લાસ્ટિક પ્લેનેટ’એ ગ્રુપે ખાસ પ્રકારનું PPE(પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપ્મેન્ટ) શીલ્ડ તૈયાર કર્યું છે. આ દુનિયાનું પ્રથમ PPE શીલ્ડ છે જે પ્લાસ્ટિક ફ્રી છે. શીલ્ડને લાકડાંમાંથી નીકળતા સેલ્યુલોઝ અને કાગળની મદદથી બનાવ્યું છે. ટૂંક સમયમાં તેનું વેચાણ પણ શરુ થઇ જશે. એક PPE શીલ્ડની કિંમત 48 રૂપિયા છે. 150 પીપીઈવાળું પેકેટ 7000 રૂપિયામાં વેચવામાં આવશે.

શા માટે પ્લાસ્ટિક-ફ્રી PPE શીલ્ડ સ્પેશિયલ છે?

1. ઓર્ગેનિક કચરા સાથે ડિસ્પોઝ કરી શકીએ છીએ
આ તૈયાર કરનારા અ પ્લાસ્ટિક પ્લેનેટ ગ્રુપના ડિઝાઈનરના જણાવ્યા પ્રમાણે, હેડબેન્ડને આરામથી એડજસ્ટ કરી શકાય છે. એકવાર ઉપયોગમાં લીધા પછી તેને ઓર્ગેનિક કચરા સાથે ડિસ્પોઝ કરી શકીએ છીએ.

2.વાઈરસ ફેલાવવાનું કોઈ જોખમ નથી
અમેરિકન કમ્પોસ્ટિંગ કાઉન્સિલનું કહેવું છે કે, આ શીલ્ડથી વાઈરસ ફેલાવાનું કોઈ જોખમ નથી. પ્લાસ્ટિક ફ્રી હોવાને લીધે આ PPE કચરામાં 3 દિવસમાં તેની જાતે જ નષ્ટ પામે છે.

3. પ્લાસ્ટિક પોલ્યુશન ઘટાડવાનો હેતુ છે
અભિયાનના કો-ફાઉન્ડર સિયાન સુથરલેન્ડે કહ્યું કે, આ પ્રકારની PPE શીલ્ડ તૈયાર કરવા પાછળનો હેતુ પ્લાસ્ટિક પોલ્યુશન ઘટાડવાનો છે. હાલ આપણે જે પ્લાસ્ટિક વાપરી રહ્યા છીએ તે
અનેક વર્ષો સુધી પર્યાવરણમાં હાજર રહેશે. આ માટે આવી PPE કિટ તૈયાર કરી છે કે ઓર્ગેનિક કચરામાં આપોઅપ જ નષ્ટ પામે.

4. પ્લાસ્ટિક ફ્રી ટ્રસ્ટ માર્ક ગ્રુપ તરફથી PPEને અપ્રુવલ મળ્યું
PPE પર યુરોપિયન ઇકોનોમિક એરિયાએ લીલી ઝંડી બતાવી છે. પ્લાસ્ટિક ફ્રી ટ્રસ્ટ માર્ક સંગઠને આ શીલ્ડની તપાસ કરી છે અને અપ્રુવ કર્યું છે. આ પીપીઈ શીલ્ડને સિંગલ કે પેકેટમાં
ખરીદી શકાય છે. માર્કેટમાં પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થઇ જશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, માસ્કનો ઉપયોગ કર્યા પછી ઘણા લોકો તેને ગમે ત્યાં ફેંકી દે છે. હાલમાં જ હોન્ગકોન્ગના સોકો આઈલેન્ડ બીચ પર હજારો માસ્ક મળ્યા હતા. આ માસ્ક સંક્રમણ ફેલાવાની સાથે પર્યાવરણ માટે પણ મુશ્કેલી વધારી રહ્યા છે. આઈલેન્ડ પરથી મળેલા માસ્કનો ફોટો પણ વાઈરલ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here