શેર કરતા જ સોશિયલ મીડિયા પર છવાયો નોરાનો પિંક ડ્રેસ લૂક, લાગે છે દુનિયાની સુપરક્યૂટ બાર્બી

0
154

નવી દિલ્હી :ટીવીની સૌથી વિવાદિત રિયાલિટી શો બિગબોસ અને બાહુબલી – ધ બિગનિંગમાં ડાન્સ નંબર મનોહરીથી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરનાર નોરા પતેહી હાલ તેના લેટેસ્ટ ગીતથી ધૂમ મચાવી રહી છે. હાલ ‘સત્યમેવ જયતે’નું ગીત ‘દિલબર…’ અને ‘બાટલા હાઉસ’નું ગીત ‘સાકી સાકી….’ બહુ જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં નોરાની અનેક તસવીરો સામે આવતી રહે છે. તો ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. નોરા હાલ વેકેશન પર છે, અને તેણે પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં લોકો તેના વખાણ કરતા થાકતા નથી. હવે નોરાની આ તસવીર વાઈરલ થઈ રહી છે.

નોરાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો બાર્બી લૂક શેર કર્યો છે. જેમાં તે રેડ અને પિંક કલરના કપડા, હેટ અને વાળમાં નજર આવી રહી છે.

નોરાનો આ અંદાજ જોઈને એક યુઝરે કહ્યું કે, નોરા આ પહેરવેશમાં લાલ પરી લાગી રહી છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડમાં નવી ડાન્સ ક્વીન બનીને છવાઈ જનાર નોરા ફતેહી લગભગ દરેક બીજી ફિલ્મમાં નજર આવી રહી છે. નોરાની બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં સેકન્ડ ઈનિંગ બહુ જ સક્સેસફુલ જઈ રહી છે. હાલમાં તેનુ ગીત ‘ઓ સાકી સાકી રે…’ યુટ્યુબ પર ધમાલ મચાવી રહ્યું છે. જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે’માં ‘દિલબર…’ ગીતથી તે ચર્ચામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here