Friday, June 2, 2023
Homeટેક્નોલોજીદુનિયાનો સૌથી પાતળો મોટોરોલાનો સ્માર્ટફોન થયો લૉન્ચ

દુનિયાનો સૌથી પાતળો મોટોરોલાનો સ્માર્ટફોન થયો લૉન્ચ

- Advertisement -

સ્માર્ટફોન બનાવનાર કંપની Motorolaએ ભારતમાં ‘Motorola Edge 40’ 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે તે IP68 અંડરવોટર પ્રોટેક્શન સાથે વિશ્વનો સૌથી પાતળો 5G સ્માર્ટફોન છે. કંપનીએ આ સ્માર્ટફોનને 8GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે 29,999 રૂપિયાની કિંમતે લોન્ચ કર્યો છે. ખરીદદારો માટે આ સ્માર્ટફોન આજથી જ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થઈ ગયો છે.

ડિસ્પ્લે

Motorola Edge 40માં સેગમેન્ટ ફર્સ્ટ 144Hz 3D કર્વ FHD+pOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં 360Hz ટચ સેમ્પલિંગ રેટ અને HDR10+ સપોર્ટ મળે છે. ડિસ્પ્લેમાં 1200 નિટ્સની બ્રાઈટનેસ ઉપલબ્ધ હશે.

હાર્ડવેર અને સોફ્ટવેર

પરફોર્મન્સ માટે ફોનમાં MediaTek Dimensity 8020 પ્રોસેસર આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ પ્રોસેસર સાથે આવનારો આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે. આ સાથે ફોનમાં 8GB LPDDR4X રેમ અને 256GB UFS 3.1 સ્ટોરેજ છે. Motorola Edge 40માં આઉટ-ઓફ-ધ-બોક્સ એન્ડ્રોઇડ 13 આપવામાં આવ્યું છે.

કેમેરા

ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 50MP પ્રાથમિક કેમેરા અને 13MP અલ્ટ્રા વાઇડ અને માઇક્રો વિઝન લેન્સ છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે પંચ હોલ ડિઝાઇન સાથે 32MP કેમેરા આપવામાં આવ્યો છે.

બેટરી અને ચાર્જિંગ

પાવર બેકઅપ માટે તેમાં 68W બ્લેઝીંગ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4400mAh બેટરી મળશે. Motorola Edge 40 સ્માર્ટફોન 15W વાયરલેસ ચાર્જિંગ અને 5W રિવર્સ વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.

કનેક્ટિવિટી ઓપ્શન

કનેક્ટિવિટી માટે ફોનમાં 14 5G બેન્ડ, 4G, 3G, Wi-Fi 6, બ્લૂટૂથ, GPS, NFC, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સાથે ચાર્જ કરવા માટે USB ટાઈપ C મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular