Saturday, June 3, 2023
Homeગુજરાતરાજકોટ માર્કેટિંગ યાર્ડના યુવા ચેરમેન ડિજિટલ ફ્રોડનો શિકાર બન્યા

રાજકોટ માર્કેટિંગ યાર્ડના યુવા ચેરમેન ડિજિટલ ફ્રોડનો શિકાર બન્યા

- Advertisement -

એક તરફ સરકાર ડિજિટલ પેમેન્ટ તરફ ભાર મૂકી રહી છે તો બીજી તરફ ડિજિટલ ફ્રોડના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ખુદ ભાજપ આગેવાન અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના યુવા ચેરમેન જયેશ બોઘરા ડિજિટલ ફ્રોડનો ભોગ બની ચુક્યા છે. જેને લઇને અરજી કરવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જયેશ બોઘરાના એકાઉન્ટમાંથી ઉપડી ગયેલા 1.90 લાખ રૂપિયા પરત અપાવવામાં આવ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે, તમે તમારું લાઈટ બિલ અપડેટ નહીં કરો તો તમારું વીજ કનેક્શન કપાઈ જશે અને ત્યારબાદ તેમને ગઠિયાએ મોબાઈલ પર એની ડેસ્ક નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી અને તે એપ્લિકેશનમાં બધી વિગતો જયેશભાઈએ ભરી દેતા તેમના ખાતામાંથી અંદાજીત રૂ.1.90 લાખ ઉપડી ગયા હતા. ત્યારબાદ તેઓએ તુરંત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં સંપર્ક કરતા તે તમામ નાણાં પરત અપાવ્યા હતા.

રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસની નાણાકીય ફ્રોડ ડિટેક્શન ટીમ સતત પ્રયત્નશીલ હતી. જેમાં આ અંગે કાર્યવાહી કરી માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન જયેશભાઇ ગોવિંદભાઇ બોઘરાને અજાણ્યા નંબર પરથી વ્હોટસએપમા મેસેજ આવ્યો હતો. જેમાં લાઇટ બિલ અપડેટ નહિ કરો તો બે દિવસમાં વિજ કનેક્શન કપાઇ જશે જેથી જયેશભાઈએ સામેવાળાનો આવેલ નંબર પર સંપર્ક કરતા અરજદારને લિંક થકી એનીડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. જે ડાઉનલોડ કરતા જયેશભાઈના બેંક એકાઉન્ટમાથી 1,90,000નું ફ્રોડ થયું હતું. જેથી જયેશભાઈ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા તેમજ જયેશભાઈ સાથે થયેલ નાણાકીય ફ્રોડ મામલે બેન્કનો સંપર્ક કરી ખાતું ફ્રીઝ કરાવી 1,90,000 પુરેપુરી રકમ પરત અપાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular